મોરબીના કોયલી ગામે તૂટી ગયેલ ચેકડેમ તાત્કાલિક રીપેર કરવા કોંગ્રેસ-ગ્રામજનોની માંગ
SHARE








મોરબીના કોયલી ગામે તૂટી ગયેલ ચેકડેમ તાત્કાલિક રીપેર કરવા કોંગ્રેસ-ગ્રામજનોની માંગ
મોરબી તાલુકાના કોયલી ગામે ડેમી નદી ઉપર આવેલ ચેકડેમ અતિવૃષ્ટિના કારણે ધોવાઈ ગયેલ છે. આ ચેકડેમ દ્વારા અંદાજે ચાર થી પાંચ ગામોને સિંચાઈ માટેનું પાણી મળતું હોય છે જેથી ચેકડેમ તૂટી જવાના કારણે આગામી દિવસોમાં ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી મળી શકે તેમ ન હોય, ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે તેમ છે. જેથી તાત્કાલિક ધોરણે કોયલી ગામે આવેલ ચેકડેમ રીપેર કરી આપવા કોયલી ગામના ખાતેદાર ખેડૂતો તથા મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિની માંગ છે.

