હળવદમાં કેન્યા સ્થિત નરેન્દ્ર રાવલને ‘બ્રહ્મરત્ન સન્માન’ અર્પણ કરાયું ખેડૂતોને જીવનું જોખમ !: હળવદના સરંભડા ગામે 220 કેવીની સરકારી વીજ લાઈનમાંથી ચાલુ વાયર તૂટી પડ્યો, વીજ ઉપકરણો ખાખ, કોઈ જાનહાનિ નહીં ઓક્ક્ષ્ફોર્ડમાં યુનિ.માં ડંકો: મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલના બે વિદ્યાર્થીએ Ai ના કોર્સમાં A+ ગ્રેડ મેળવ્યો મોરબી નવયુગ કોલેજ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રેરણાત્મક સેમિનાર યોજાયો કેમ અમારી બાતમી આપશ કહીને ટંકારાના અમરાપર રોડ ઉપર યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે માર માર્યો હળવદના સુખપર ગામ નજીક ડમ્પરની પાછળ બાઇક અથડાતાં ઇજા પામેલ યુવાન કોમામાં સારવાર હેઠળ મોરબી શહેર-હળવદના રણમલપૂર ગામે જુગારની 3 રેડમાં કુલ 19 શખ્સો 8.12 લાખની રોકડ સાથે પકડાયા મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા
Breaking news
Morbi Today

માળીય--પીપળીયા સ્ટેટ હાઇવેના જૂના મેજર બ્રીજના ઇન્સપેક્શન અને મરામત માટે ભારે વાહનોને ૮ દિવસ પ્રવેશ પ્રતિબંધ


SHARE





માળીય--પીપળીયા સ્ટેટ હાઇવેના જૂના મેજર બ્રીજના ઇન્સપેક્શન અને મરામત માટે ભારે વાહનોને ૮ દિવસ પ્રવેશ પ્રતિબંધ

માળીયા પાસેના જૂના બ્રિજ સંદર્ભે પીપળીયા ચાર રસ્તા થી માળીયા નેશનલ હાઈવે સુધી ભારે વાહનોના પ્રતિબંધ અંગે કલેકટરશ્રી દ્વારા જાહેરનામું બહાર પડાયું

માળીયા પીપળીયા સ્ટેટ હાઇવેમાં ભારે વરસાદના કારણે નુકસાની થયેલ હોવાથી મેજર બ્રિજ કે જે અંદાજે ૪૦ વર્ષ જૂનો હોવાના કારણે હાલની સ્થિતિ જોતા વાહન વ્યવહાર ચાલુ રાખો યોગ્ય ન જણાતા આ બ્રિજનું ઇન્ફેક્શન તથા મરામત યોગ્ય રીતે પૂર્ણ ન થાય ત્યાં સુધી પીપળીયા ચાર રસ્તાથી માળીયા નેશનલ હાઇવે સુધી દિન ૮ માટે ભારે વાહનોના પ્રતિબંધ અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર કે.બી. ઝવેરી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
આ જાહેરનામા અનુસાર વૈકલ્પિક રસ્તા તરીકે જામનગર જવા માટે અમદાવાદ કચ્છ તરફથી આવતો વાહન વ્યવહાર હાલ માળીયા થી પીપળીયા રસ્તાની જગ્યાએ માળિયાથી-મોરબી-ટંકારા-આમરણ-ધ્રોલ-લતીપર વાળા રસ્તાનો ઉપયોગ કરશે. જામનગર આમરણ તરફથી આવતા વાહનો કચ્છ તરફ જવા માટે પીપળીયા ચાર રસ્તાથી-નવલખી-ફાટકથી રવિરાજ ચોકડીથી-માળીયા કચ્છ તરફ જઈ શકશે.આ જાહેરનામામાંથી સરકારી વાહનો, નગરપાલિકાના વાહનો, પીજીવીસીએલના, વાહનો સબવાહિની, એમ્બ્યુલન્સ, ફાયર ફાઈટર, સ્કૂલ કોલેજના વાહનો, સામાજિક/ધાર્મિક પ્રસંગોને લગત ભારે વાહનો, આવશ્યક ચીજ વસ્તુઓ સાથે સંકળાયેલ તમામ વાહનો તેમજ પૂર્વ મંજૂરી મેળવેલ હોય તેવા વાહનોને મુક્તિ આપવામાં આવે છે.



Latest News