ભારે વરસાદ બાદ સ્વાસ્થ્ય જાળવવા માટે મોરબી આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર
મોરબીના શનાળા રોડ ઉપર મેટલનું પેચ વર્ક કરી રોડ રીપેર કરાયો
SHARE
મોરબીના શનાળા રોડ ઉપર મેટલનું પેચ વર્ક કરી રોડ રીપેર કરાયો
શહેરનો મુખ્યત્વે ટ્રાફિક આ રોડ પર રહેતો હોવાથી તાત્કાલિક ધોરણે રોડ પર ખાડા પૂરવાની કામગીરી શરૂ કરાઈ
મોરબીથી સનાળા તરફ જતા સનાળા રોડ પર સુચારું વાહન વ્યવહાર માટે ટ્રેક્ટર અને જેસીબીની મદદથી મેટલ પાથરી પેચવર્ક કરી રોડ રીપેર કરવામાં આવી રહ્યો છે.
જિલ્લામાં ભારે વરસાદને પગલે અનેક માર્ગો ધોવાઈ ગયા છે. ત્યારે અવરજવર માટે લોકોને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે તેવા હેતુથી વરસાદ બંધ થયા બાદ તરત જ જિલ્લા કલેક્ટરશ્રીની સૂચનાથી તમામ માર્ગો પર સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું છે. અને હાલ અનેક રસ્તાઓ રીપેર કરી દેવામાં આવ્યા છે, ત્યારે મોરબીમાં વરસાદી પાણીના પગલે મોરબી સનાળા રોડ ધોવાઈ જતા અનેક જગ્યાએ રોડમાં ખાડા થઈ ગયા હતા.શહેરનો મુખ્યત્વે ટ્રાફિક આ રોડ પરથી પસાર થતો હોવાથી તાત્કાલિક ધોરણે આ રોડને રીપેર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેસીબી અને ટ્રેક્ટરની મદદથી આ રોડ પર મેટલ પાથરી પેચ વર્ક કરી મહદઅંશે આ રોડ રીપેર કરી સુચારૂ વાહન વ્યવહાર માટેની કામગીરી કરવામાં આવી છે.