મોરબીમાં સીએમના આગમન પહેલા વિરોધ પ્રદર્શન કરનાર કોંગ્રેસ અને આપના આગેવાનોની અટકાયત મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

માળીયા (મી)ના વાધરવા પાસે ખેતરમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો


SHARE













માળીયા (મી)ના વાધરવા પાસે ખેતરમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો

માળીયા મીયાણા તાલુકાના વાધરવા ગામની સીમમાં ખેતર પાસેથી અજાણ્યા 30 થી 35 વર્ષના યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે જે અંગેની પોલીસને જાણ કરવામાં આવી છે અને પોલીસે મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે તજવીજ હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળીયા મિયાણા તાલુકાના વાધરવા ગામની સીમમાં આવેલ જયેન્દ્રસિંહ ભથુભા જાડેજાના ખેતર પાસે મરણ ગયેલ હાલતમાં અજાણ્યો 30 થી 35 વર્ષનો યુવાન મળી આવ્યો હતો જેથી કરીને આ અંગેની મહિપાલસિંહ જયેન્દ્રસિંહ જાડેજા (32) રહે. વાધરવા તાલુકો માળીયા મીયાણા વાળાએ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે

ફિનાઇલ પી લેતા સારવારમાં

મોરબીના માળિયા હાઇવે રોડ ઉપર આવેલ કાવેરી સિરામિક નજીક રહેતી સોનાબેન રતાભાઇ દેવીપુજક (14) નામની બાળકીએ મહેન્દ્રનગર ચોકડી પાસે કોઈ કારણસર ફિનાઇલ પી લીધું હતું જેથી તેને તાત્કાલિક સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News