મોરબીના લીલાપરથી શહેરમાં આવવાના રસ્તા ઉપરનું 40 વર્ષ જુનુ પુલિયું તૂટ્યું
મોરબીમાં પિતાએ કામ ધંધો કરવા ઠપકો આપતા યુવાને અગન પછેડી ઓઢી
SHARE
મોરબીમાં પિતાએ કામ ધંધો કરવા ઠપકો આપતા યુવાને અગન પછેડી ઓઢી
મોરબીના ઘૂટું રોડ ઉપર આવેલ ઉમા રેસીડેન્સીમાં રહેતા યુવાનને તેના પિતાએ કામ ધંધો કરવા માટે થઈને ઠપકો આપ્યો હતો જે બાબતે તેને લાગી આવતાં તેણે મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ કોમ્પલેક્ષની લોબીમાં પોતાના શરીર ઉપર પેટ્રોલ છાંટીને કાંડી ચાંપી લેતા તેને સારવારમાં ખેડવામાં આવ્યો હતો અને સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતુ જે બનાવની મોરબી બી ડિવિઝન પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ઘૂટું રોડ ઉપર આવેલ ઉમા રેસીડેન્સીમાં રહેતા ધર્મેન્દ્રભાઈ કેશવજીભાઈ ઘેટીયા (30) નામના યુવાને મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ શીવાય પ્લાઝા કોમ્પ્લેક્સની લોબીમાં ગત તા 25/8 ના રોજ વહેલી સવારે પોતે પોતાના શરીર ઉપર પેટ્રોલ છાંટીને કાંડી ચાંપી લીધી હતી જેથી તે ગંભીર રીતે દાજી ગયો હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને રાજકોટ ખાતે સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું. જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ જે.જે. ડાંગર અને તેમના રાઇટર મનોજભાઈ ચલાવી રહ્યા છે અને તેઓની પાસેથી જાણવા મળતી માહિતી મુજબ મૃતક યુવાને શીવાય પ્લાઝામાં પોતાના શરીર ઉપર પેટ્રોલ છાંટીને કાંડી ચાંપી લીધી હતી અને સારવાર દરમિયાન તેનું મોત થયેલ છે આ યુવાનને તેના પિતાએ કામ ધંધો કરવા બાબતે ઠપકો આપ્યો હતો જેથી તેને લાગી આવતા તેને આ પગલું ભર્યું હોવાનું સામે આવતા પોલીસે તેની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને વધુમાં પોલીસ પાસેથી મળેલ માહિતી મુજબ મૃતક યુવાનને એક બે વર્ષનો દીકરો પણ છે જેણે પિતાની છત્રછાયા ગુમાવી છે
આધેડનું મોત
મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાંથી વનીભાઈ વેલજીભાઈ (50) નામના આધેડને બીમારી સબબ મોરબીની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું જેથી સરકારી હોસ્પિટલ મારફતે આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.