મોરબી જલારામ મંદિરે ગુરૂદેવ વાલગીરીબાપુના સ્મરણાર્થે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે
માળીયા (મી)- નજીક આવેલ બ્રિજની મરામત યુધ્ધના ધોરણે ચાલુ: આમરણને મોરબી સાથે જોડતા માર્ગ પર યુદ્ધના ધોરણે સમારકામ શરૂ
SHARE
માળીયા (મી)- નજીક આવેલ બ્રિજની મરામત યુધ્ધના ધોરણે ચાલુ
ભારે વરસાદના કારણે મોરબી જિલ્લામાં અનેક જગ્યાઓએ રસ્તા ધોવાઈ ગયા હતા, પરંતુ વરસાદ આશિક વિરામ લેતા જ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે પગલાં લઈ જિલ્લાના તમામ માર્ગો પર સમારકામ હાથ ધરી દેવામાં આવ્યું હતું. અત્યારે હાલ માળિયા પાસે મચ્છુ નદી પરના બ્રિજનું સમારકામ કરવામાં આવી રહ્યું છે.
મોરબી જિલ્લામાં માળીયા થી પીપળીયા ચાર રસ્તા પર માળિયા પાસે મચ્છુ નદી પર મેજર બ્રિજ આવેલો છે. આ બ્રિજ ઘણો જુનો હોવાથી નદીના પાણી ઓસરતા જ તાત્કાલિક અસરથી આ બ્રિજનું ઇન્સ્પેક્શન કરી સમારકામ હાથ ધરી દેવામાં આવ્યું હતું. સામાન્ય વાહન વ્યવહારને અસર ન થાય તે હેતુથી હાલ જેસીબીની મદદથી બ્રિજની એક સાઇડમાં ઝડપી ધોરણે મરામત કામગીરી હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બ્રિજનું ઇન્ફેક્શન તેમજ સમારકામ જરૂરી હોવાથી તાત્કાલિક ધોરણે જિલ્લા કલેકટર કે.બી. ઝવેરી દ્વારા જાહેરનામું બહાર પાડી રોડના સમારકામ અર્થે ભારે વાહનોને આ બ્રિજ પરથી પસાર ન થવા અંગે જાહેરનામું બહાર પાડી દેવામાં આવ્યું છે. હાલ માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા આ બ્રિજ પર સમારકામ કામગીરી હાથ ધરવામાં આવી છે.
આમરણને મોરબી સાથે જોડતા માર્ગ પર યુદ્ધના ધોરણે સમારકામ શરૂ
મોરબીમાં જિલ્લા કલેકટર કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ રસ્તાઓ રીપેર કરી વાહન વ્યવહાર તાત્કાલિક ધોરણે પૂર્વવત કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. જે અન્વયે હાલ મોરબીના જીવાપર આમરણ રોડ પર રસ્તો રીપેર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. મોરબીથી આમરણને જોડતો મહત્વનો માર્ગ કેટલીક જગ્યાઓએ વરસાદી પાણીના ભારે પ્રવાહના કારણે ધોવાઈ જવા પામ્યો હતો. વરસાદ બંધ થતા જ તાત્કાલિક ધોરણે આ રસ્તો રીપેર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. હાલ તમામ સ્થળોએ રોડ રીપેર કરી વાહન વ્યવહાર પૂર્વવત કરી દેવામાં આવ્યો છે. જેથી આ રોડ ઉપર અવરજવર માટે લોકોને સરળતા રહેશે.