હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

મોરબીમાં જિલ્લામાં ગ્રામીણ માર્ગોનું સમારકામ કરી વાહન વ્યવહાર પૂર્વવત કરાયો


SHARE

















મોરબીમાં જિલ્લામાં ગ્રામીણ માર્ગોનું સમારકામ કરી વાહન વ્યવહાર પૂર્વવત કરાયો

મોરબી જિલ્લામાં પડેલા અનુરાધાર વરસાદને પગલે અનેક સ્થળોએ માર્ગોનું ધોવાણ થયું હતું. જિલ્લાના ગ્રામીણ માર્ગોમાં પણ રોડ નું ધોવાણ ખાડા પડવા તેમજ કોઝવે ધોવાણ સહિતની ઘટનાઓ બની હતી. વરસાદી વિરામ લેતા જ જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા તાત્કાલિક ધોરણે આ માર્ગોનું સમારકામ હાથ ધરી દેવામાં આવ્યું હતું. રાજ્યના તમામ માર્ગો શક્ય તેટલી ઝડપે પૂર્વવત બને તે માટે સરકાર કટિબદ્ધ છે. ત્યારે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ માર્ગોનું સમારકામ કરી લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે બાબતની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. મોરબી જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા વરસાદે વિરામ લેતા જ જિલ્લાના માર્ગોનું સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું છે. જે અન્વયે નુકસાન થયેલા મોરબીના ધુળકોટ-બાળગંગા-કોયલી રોડ, લગધીરપુર થી નેશનલ હાઇવે ને જોડતો રોડ, ટંકારા તાલુકાના સાવડીથી નેસડાને જોડતો રોડ, ગાળાથી શાપર, રવાપર(નદી)નો રોડ સહિત મહદ્અંશે તમામ માર્ગો પર મેટલ પાથરી, પેચ વર્ક કરી સહિતની કામગીરી તાત્કલિક હાથ ધરી સમારકામ હાથ ધરી વાહન વ્યવહાર પૂર્વવત કરી દેવામાં આવ્યો છે.




Latest News