વાંકાનેરના રાણેકપર નજીક ટ્રક પાછળ ડબલ સવારી બાઇક અથડાતાં ઇજા પામેલા યુવાનનું સારવાર દરમ્યાન રાજકોટ ખાતે મોત ટંકારાના જબલપુર ગામના પાટીયા પાસે બાઇક ચાલકે પાછળથી ટક્કર મારતા ઇજા પામેલ મહિલા સારવારમાં અમારા વિસ્તારમાં તમે કેમ ભૂંડ પકડવા માટે આવો છો કહીને હળવદમાં યુવાન ઉપર તલવાર, પાઇપ અને ધોકા વડે હુમલો, 6 સામે ફરિયાદ વાંકાનેર તાલુકાનાં દારૂના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો મોરબીના વજેપરમાં બાળકોને પુસ્તક તરફ વાળવા માટે બાળ વાંચન માળા શરૂ મોરબીના તાલુકાના ચકચારી અપહરણ-પોક્સોના ગુનાના આરોપીના જામીન મંજુર મોરબીમાં ફાયરીંગ સહિતના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં રોડ ઉપરના દબાણોની સામે આંખ આડા કાન કરીને વાહન ચાલકો સામે રોફ જમાવતા ટ્રાફિક પોલીસ સામે પગલાં લેવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખની માંગ
Breaking news
Morbi Today

વાઇબ્રન્ટ બિલ્ડકોન-2025: નવી દિલ્હી ખાતે યોજાનાર ભારતના સૌથી મોટા બિલ્ડિંગ મટીરીયલ એક્સપોની પ્રિ-લોન્ચ ઇવેન્ટ મોરબીમાં સુનિલ શેટ્ટીની હાજરીમાં યોજાઇ


SHARE





























વાઇબ્રન્ટ બિલ્ડકોન-2025: નવી દિલ્હી ખાતે યોજાનાર ભારતના સૌથી મોટા બિલ્ડિંગ મટીરીયલ એક્સપોની પ્રિ-લોન્ચ ઇવેન્ટ મોરબીમાં સુનિલ શેટ્ટીની હાજરીમાં યોજાઇ

વાઇબ્રન્ટ બિલ્ડકોન 2025- ભારતનો સૌથી મોટો બિલ્ડિંગ મટીરીયલ એક્સ્પો તા 13 થી 16 એપ્રિલ, 2025 દરમિયાન યશોભૂમિ, નવી દિલ્હી ખાતે યોજાશે, તેના બ્રાન્ડ એમ્બેસેડર સુનીલ શેટ્ટી છે તેની હાજરીમાં મોરબીમાં આવેલ કેશવ બેંકવેટ હૉલ ખાતે પ્રિ-લોન્ચ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જે ભારતના બિલ્ડીંગ મટીરીયલ ઉદ્યોગ માટે ગેમ-ચેન્જર બનશે તેવું સુનિલ શેટ્ટીએ જણાવ્યુ હતું. અને મોરબીના સિરામિક ઉત્પાદકો તેમાં વધુમાં વધુ જોડાશે જેથી મોરબીને પણ ફાયદો થશે તેવી લાગણી વ્યકત કરી હતી.

મોરબીના કેશવ બેંકવેટ હોલમાં યોજાયેલ કાર્યક્રમમાં સુનિલ શેટ્ટી ઉપરાંત રાજ્યના માજી મંત્રી બ્રિજેશ મેરજા, મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મોરબી સિરામિક એસો.ના પ્રમુખ હરેશભાઈ બોપલિયા, મુકેશભાઇ કુંડારિયા, વિનોદભાઇ ભાડજા અને કીટીતભાઈ ઓગણજા સહિતના ઉદ્યોગકારો અને જુદાજુદા એસો.ના આગેવાનો હાજર રહ્યા હતા ત્યારે આયોજકોએ જણાવ્યુ હતું કે, આ એક્સ્પો 1,50,000 થી વધુ સ્થાનિક મુલાકાતીઓ, 600+ પ્રદર્શકો અને 100+ દેશોના 2,000+ આંતરરાષ્ટ્રીય ખરીદદારો માટે એક શક્તિશાળી પ્લેટફોર્મ પૂરું પાડશે.

"પે એકપો નહીં, એક્સપિરિયન્સ હૈ-વાઇબ્રન્ટ બિલ્ડકોન 2025 માત્ર એક પ્રદર્શન કરતાં વધુ છે, તે ભારતના નિકાસ લક્ષ્યોને વેગ આપવા અને મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત જેવી રાષ્ટ્રીય પહેલને સમર્થન આપવા માટે રચાયેલ પરિવર્તનકારી અનુભવ છે. સિરામિક ટાઇલ્સ, સેનિટરીવેર, સિમેન્ટ, ટીએમટી બાર, માર્બલ, ગ્રેનાઇટ, રિન્યુએબલ એનર્જી અને વધુ સહિત 12 સેક્ટર અને 18 પ્રોડક્ટ કેટેગરી ડિસ્પ્લે પર છે. જેથી મોરબીના ઉદ્યોગને ઘણો ફાયદો થશે.

આ એકસ્પો 3 રાજ્યોમાંથી 7 મેન્યુફેક્ચરિંગ કલસ્ટરોનું પ્રતિનિધિત્વ કરશે, જે ભારતના ઉત્પાદન લેન્ડસ્કેપની વિવિધતા અને શક્તિને રેખાંકિત કરશે. આ વ્યાપક ભાગીદારી ભારતીય ઉત્પાદકો માટે વૈશ્વિક મંચ પર સ્પર્ધા કરવા, આંતરરાષ્ટ્રીય ખરીદદારો સાથે જોડાણ કરવા અને નિકાસ વૃદ્ધિને આગળ વધારવા માટેના મુખ્ય પ્લેટફોર્મ તરીકે ઇવેન્ટના મહત્વને દર્શાવે છે વધુમાં આયોજકે ઈવેન્ટના પરિવર્તનશીલ સ્વભાવ પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે, "વાઈબ્રન્ટ બિલ્ડકોન 2025 માત્ર એક એકસ્પો નથી તે એક એવો અનુભવ છે જે ભવિષ્યમાં ભારતના બિલ્ડીંગ મટીરીયલ ઉદ્યોગને આગળ ધપાવશે.

કેપેક્સિલ (સિરામિક પેનલ)ના સિનિયર વાઇસ ચેરમેન નિલેશ જેતપરિયાએ જણાવ્યું કે આ ઈવેન્ટ અમારા માટે ભારતીય ઉત્પાદકોની અપાર ક્ષમતા દર્શાવવાની એક શ્રેષ્ઠ તક છે. મોરબી સિરામિક મેન્યુ. એસો.ના પ્રમુખ મુકેશ કુંડારિયાએ વાઈબ્રન્ટ બિલ્ડકોન 2025 એ મોરબીના સિરામિક ઉદ્યોગ માટે અમારી નવીનતાઓ પ્રદર્શિત કરવા અને ભારતના નિકાસ વૃદ્ધિમાં યોગદાન આપવા માટે એક નોંધપાત્ર તક છે.

વાઇબ્રન્ટ બિલ્ડકોન 2025ના બ્રાન્ડ એમ્બેસેડર સુનિલ શેટ્ટીએ કહ્યું હતું કે, “મને વાઇબ્રન્ટ બિલ્ડકોન 2025 નો ભાગ બનવાનું ગૌરવ છે. આ ઇવેન્ટ ભારતની વૃદ્ધિની વાર્તા અને અમારા બિલ્ડિંગ મટીરીયલ સેક્ટરની શ્રેષ્ઠતાના પ્રમાણપત્ર તરીકે ઊભી છે. તે એક એક્સ્પો કરતાં વધુ છે. "યે એક્સ્પો નહીં, એક્સપિરિયન્સ હૈ" આ વિશ્વ માટે ભારતમાંથી ઉભરી રહેલી નવીનતા અને પ્રગતિને જોવાની તક છે.














Latest News