મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી માળીયા (મી) નજીકથી 9 પાડા ભરેલ બોલેરો ગાડી સાથે બે શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબી નજીક મિત્રના વાહનમાં પેટ્રોલ ખૂટી જતાં પેટ્રોલ આપવા જતાં બે યુવાનના બાઈકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત: લજાઈ પાસેથી બાઇક ચોરી


SHARE













મોરબી નજીક મિત્રના વાહનમાં પેટ્રોલ ખૂટી જતાં પેટ્રોલ આપવા જતાં બે યુવાનના બાઈકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત

મોરબીના લાલપર ગામ પાસે મિત્રના બાઈકમાં પેટ્રોલ ખૂટી ગયું હોવાથી બે યુવાનો ત્યાં પેટ્રોલ આપવા માટે ડબલ સવારી બાઈકમાં જતા હતા ત્યારે તેઓના બાઈકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જેમાં બંને યુવાનોને ઇજાઓ થઈ હોવાથી તેને સારવારમાં લઈ ગયા હતા અને અકસ્માત સર્જીને કાર ચાલક તેનું ગાડી લઈને નાશી ગયો હતો જેથી ભોગ બનેલા યુવાન દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીની માળિયા વનાળીયા સોસાયટીમાં રામદેવપીરના મંદિર પાસે રહેતા મનોજભાઈ રમેશભાઈ ચાવડા (28)એ અજાણી કાળા કલરની ફોરવીલ વેન્યુ કારના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી નજીકના લાલપર ગામ પાસે તેઓના મિત્ર નિલેશભાઈ ધૃમલના બાઈકમાં પેટ્રોલ ખૂટી ગયું હતું જેથી કરીને તે પોતાના બાઈકમાં તેના મિત્ર મહેન્દ્રભાઈને સાથે બેસાડીને બાઈક નંબર જીજે 3 એએસ 0705 લઈને લાલપર પાવર હાઉસ પાસે નિલેશભાઈને પેટ્રોલ આપવા માટે જતા હતા ત્યારે લાલપર ગામ નજીક સર્વિસ રોડ ઉપર કાળા કલરની વેન્યુ કારના ચાલકે ગફલત ભરી રીતે કાવું માર્યું હતું જેથી અકસ્માત થયો હતો જેમાં ફરિયાદીને જમણા પગના ભાગે ઇજા થઈ હતી અને મહેન્દ્રભાઈને પણ નાના મોટી ઈજાઓ થયેલ હતી જોકે, અકસ્માત સર્જીને કાર ચાલક પોતાનું વાહન લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હતો જેથી સારવાર લીધા બાદ મનોજભાઈ ચાવડાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણી કારના ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

લજાઈ પાસેથી બાઇક ચોરી

મોરબીના છાત્રાલય રોડ ઉપર આવેલ સરદાર સોસાયટી ચાણક્ય એપાર્ટમેન્ટ બ્લોક નંબર 401 માં રહેતા જગદીશભાઈ રણછોડભાઈ આદ્રોજા (50)એ અજાણ્યા શખ્સની સામે બાઇક ચોરીની ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છેકે, ગત તા. 25/8 ના સવારે 11:00 વાગ્યાના અરસામાં તેમણે ટંકારા તાલુકાના લજાઈ ગામની સીમ આવેલ ભીમનાથ મહાદેવ મંદિર પાસે તેઓનું બાઈક નંબર જીજે 3 બીએલ 4216 પાર્ક કરીને મૂક્યું હતું જે 9,000 રૂપિયાની કિંમતનું બાઈક અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને આધેડે નોંધાવેલ ચોરીની ફરિયાદ આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News