મોરબીની ગૌશાળા પ્રાથમિક શાળાના શિક્ષક સંજયકુમાર બાપોદરિયાને શિક્ષક રત્ન એવોર્ડ
મોરબીમાં ટ્રાફિક પોલીસને હડફેટ લેનાર બુલેટના ચાલક સામે ગુનો દાખલ, માથામાં ગંભીર ઇજા સાથે પોલીસ કર્મી રાજકોટ ખસેડાયા
SHARE
મોરબીમાં બુલેટના ચાલકે રોકવા ગયેલા ટ્રાફિક પોલીસને વાહન ચાલકે હડફેટે લેતા માથામાં ગંભીર ઇજા
મોરબીમાં મચ્છુ નદીમાં બનાવવામાં આવેલ બેઠકો ઉપર ટ્રાફિક પોલીસની ટીમ ઉભી હતી અને ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને રોકીને કાર્યવાહી કરવામાં આવી રહી હતી દરમિયાન ત્યાંથી નંબર પ્લેટ વગરનું બુલેટ લઈને પસાર થયેલા શખ્સને રોકવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા ઈશારો કરવામાં આવ્યો હતો જો કે, બુલેટના ચાલાકે પોતાનું વાહન ઊભું ન રાખીને ટ્રાફિક પોલીસને હડફેટે લઈને પછાડી દેતા તેને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તેને સારવારમાં લઈ ગયા હતા અને ત્યારબાદ હાલમાં બુલેટના ચાલક સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબી સીટી ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા મહેન્દ્રભાઈ મોહનભાઈ ગઢવીએ હાલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુબેરભાઈ સરતાઝભાઈ શેખ રહે. મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીમાં પાડાપુલ નીચેના ભાગમાં બનાવવામાં આવેલ બેઠા પુલ પાસે ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા વાહન ચાલકોને રોકીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી હતી ત્યારે ત્યાંથી આરોપી નંબર પ્લેટ વગરનું બુલેટ લઈને આરોપી પસાર થઈ રહ્યો હોય તેને રોકવા માટે થઈને ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા લાભુભાઈ બાલાસરા દ્વારા હાથથી ઈશારો કરવામાં આવ્યો હતો ત્યારે આરોપીએ પોતાનું બુલેટ ઊભું ન રાખીને પોલીસની ફરજમાં રૂકાવટ કરી હતી અને બેદરકારીથી બુલેટ ચલાવીને લાભુભાઈ સાથે બુલેટ અથડાવ્યું હતું જેથી લાભુભાઈને શરીરે અને નીચે પડી જવાના કારણે માથાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં પોલીસ કર્મચારીઓ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બુલેટના ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે