મોરબી જિલ્લાના 2 તાલુકામાં પ્રોમોલગેશનમાં રહી ગયેલ ક્ષતિઓને સુધારવા માટે યોજાશે ખાસ કેમ્પ મોરબીના લક્ષ્મણભાઈ દાફડાને યોગ્ય માર્ગદર્શન અને સોશિયલ મીડિયાના સેતુથી મળી રોજગારી ટંકારાના હરીપર ગામે સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત શ્રમદાન અને લોકજાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ અને પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા ૯૦૦થી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન અપાયું મોરબીના રાજમાતાનું નિધન થતાં જીલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત વિજયાદશમીની રેલી-શસ્ત્રપૂજનમો કાર્યક્રમ રદ મોરબીની ઉમિયા નવરાત્રીમાં આઠમની રાતે 94 દીકરીઓને 21-21 હજારની આર્થિક સહાય અને સોનાનો દાણો અર્પણ માળીયા (મી) નજીક ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા સર્જાયેલ અકસ્માતમાં યુવાનને પગના પંજા-કાંડામાં ફ્રેકચર વાંકાનેરના લાકડધાર ગામે શાળાએ બાળકો વચ્ચે થયેલ બોલાચાલી બાદ ઝઘડામાં મોટાના માથા રંગાયા
Breaking news
Morbi Today

મોરબીમાં એક વર્ષનો બાળક ડીઝલ પી જતા સારવારમાં


SHARE







મોરબીમાં એક વર્ષનો બાળક ડીઝલ પી જતા સારવારમાં

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પાવરીયાળી નજીક કારખાનામાં રહેતા પરિવારનો એક વર્ષનો બાળક ભૂલથી ડીઝલથી જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસમે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પાવરીયાળી નજીક સિરામિક કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા શ્યામલાલ બારેલાનો એક વર્ષનો દીકરો સુભાષ ભૂલથી ડીઝલ પી જતાં તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મહિલા સારવારમાં

મોરબીમાં સોઓરડી પાસે આવેલ શક્તિ સોસાયટીમાં રહેતા રંજનબેન પ્રભુભાઈ વરનેશિયા જાતે પ્રજાપતિ (66) નામના વૃદ્ધા તેઓના ઘર પાસે હતા ત્યારે ત્યાં તેને ગાયએ ઢીક મારતા ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરી છે

ઝેરી દવા પી લેતા સારવારમાં

મોરબી તાલુકાના પંચાસર ગામે રહેતી પાયલબેન દિલીપભાઈ (17) નામની સગીરા કોઈ અગમ્ય કારણોસર થોરાળા મની સીમમાં અજાણી દવા પી લેતા તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી. 




Latest News