વાંકાનેરનાં Baps સ્વામિનારાયણ મંદિરે નૂતનવર્ષ નિમિતે યોજાશે અન્નકુટ દર્શન
મોરબીમાં નવયુગ મહિલા સાયન્સ કોલેજમાં રંગોલી કોમ્પિટિશન યોજાઇ
SHARE
મોરબીમાં નવયુગ મહિલા સાયન્સ કોલેજમાં રંગોલી કોમ્પિટિશન યોજાઇ
મોરબીમાં નવયુગ મહિલા સાયન્સ કોલેજમાં રંગોલી કોમ્પિટિશન યોજાઇ હતી આ કોમ્પિટિશનમાં ૫૦ જેટલી ટીમોએ સાયન્સના વિવિધ વિષયો અને કોન્સેપ્ટ્સ પર રંગબેરંગી, અર્થસભર અને નયનરમ્ય રંગોળીઓ બનાવી હતી. પ્રથમ ક્રમએ ભીમાણી ખુશી અને હોથી હીરલ, દ્વિતીય ક્રમે ડાભી આરતી અને કણઝારીયા શીતલ, તૃતિય ક્રમે ધેંટીયા ધૃવી અને ગઢીયા ચાર્વી વિજેતા થયા હતા. આ કોમ્પિટિશનમાં જજ તરીકે મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસ અને આર્ટ માસ્ટર સિલ્વા કામરીયા ઉપસ્થિત રહ્યા હતા. વિજેતા ટીમને ઇનામ અને સર્ટીફિકેટ આપી સન્માનિત કરાયા હતા. આ સમગ્ર કાર્યક્રમ સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.