ગુજરાત ગેસ કંપની દ્વારા નેચરલ ગેસના ભાવમાં કરાયેલ વધારો પાછો ખેંચવાની જયંતિભાઈ પટેલની માંગ
વાંકાનેરનાં Baps સ્વામિનારાયણ મંદિરે નૂતનવર્ષ નિમિતે યોજાશે અન્નકુટ દર્શન
SHARE
વાંકાનેરનાં Baps સ્વામિનારાયણ મંદિરે નૂતનવર્ષ નિમિતે યોજાશે અન્નકુટ દર્શન
(કેતન ભટ્ટી દ્વારા) વાંકાનેરનાં Baps સ્વામિનારાયણ મંદિર ખાતે નૂતન વર્ષના પ્રારંભે પરંપરાગત યોજાતા અન્નકુટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે, હરિભકતો દ્વારા તૈયારીનો ધમધમાટ કરવામાં આવી રહ્યો છે.
કોરોના કાળ દરમ્યાન લાંબા સમય સુધી ધાર્મિક સ્થળો પણ સુમસામ રહ્યા હતાં, તમામ ધાર્મિક આયોજનો પણ બંધ રહ્યા હતાં, ત્યારે હવે રાજ્ય સરકાર દ્વારા પણ છૂટછાટ આપવામાં આવતાં, લાંબા સમય બાદ ફરી એકવાર વાંકાનેરનું Baps સ્વામિનારાયણ મંદિર રોશનીથી ઝળહળી ઉઠયું છે, મંદિરને રંગબીરંગી આકર્ષક લાઈટોથી સુશોભિત કરવામાં આવ્યું છે, તા. 5 ને શુક્રવારે નૂતનવર્ષના પ્રારંભે ભવ્ય અન્નકુટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે, મોરબી ક્ષેત્રનાં સંત નિર્દેશક હરિસ્મરણ સ્વામી, મંગલપ્રકાશ સ્વામીની ઉપસ્થિતમાં ગાઈડ લાઈન મુજબ અન્નકુટ દર્શન યોજાશે, લાંબા સમય બાદ ધાર્મિક આયોજન શરૂ થતાં વાંકાનેર સત્સંગ મંડળમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, સમગ્ર આયોજન સફળ બનાવવા વાંકાનેર સત્સંગ મંડળનાં પાયાનાં અગ્રણી ઉર્મિલાબેન પ્રવીણભાઈ આશર, જયેશભાઈ રામાણી, હંશાબેન રામાણી, મહેંદ્રભાઈ ત્રિવેદી, સુમિતભાઈ ત્રિવેદી સહિતનાં અગ્રણીઓ, હરિભકતો અથાગ જહેમત ઉઠાવી રહ્યા છે.