મોરબી મહાપાલિકાની નવી ઝોન ઓફિસના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા લોટ, પાણીને લાકડા: શહેર કોંગ્રેસના પ્રમુખનો આક્ષેપ મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની મુસદ્દારૂપ વિકાસ યોજનાના વાંધા સૂચનો મંગાવ્યા માળીયા (મી)નાવવાણિયા ગામેસ્મશાનમાં મૂકવામાંઆવલે દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરનાર સામે આકરા પગલાં લેવાની માંગ મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો
Breaking news
Morbi Today

મોરબીની શાકમાર્કેટમાં અચાનક જ બાંધકામનો ભાગ તુટી પડતા લાકડા અને નળીયાનો જમીન ઉપર ઢગલો, કોઇ જાનહાની નહી


SHARE







મોરબીની શાકમાર્કેટમાં અચાનક જ બાંધકામનો ભાગ તુટી પડતા લાકડા અને નળીયાનો જમીન ઉપર ઢગલો, કોઇ જાનહાની નહી

મોરબીમાં આવેલ શાકમાર્કેટમાં આજે બાંધકામનો રાજાશાહી સમયનો બનેલો ભાગ તૂટી પડ્યો હતો ત્યારે લાકડા અને નળિયા સહિતનો માચડો નીચે પડ્યો હતો જેથી લોકોના નાશભાગ મચી ગયેલ હતી જો કે, ત્યાં નીચે કોઈ હાજર ન હોવાથી કોઈને ઇજા કે જાનહાનિ થયેલ નથી. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થયેલ છે.

મોરબી શહેરમાં રાજાશાહીના સમયમાં શાક માર્કેટ બનાવવામાં આવેલ છે. જે શાક માર્કેટ આજની તારીખે પણ કાર્યરત છે અને તેમાં વેપારીઓ થડા ઉપર બેસીને વેપાર કરતા હોય છે અને મોરબી શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકો ત્યાં માલ સામાનની ખરીદી કરવા માટે થઈને આવતા હોય છે આ વર્ષો જૂની શાક માર્કેટમાં આજે બપોરના 12:00 વાગ્યાના અરસામાં બાંધકામનો એક ભાગ તૂટીને જમીન ઉપર પડ્યો હતો,

જો કે સદનસીબે ત્યારે ત્યાં નીચે કોઈ હાજર ન હોવાથી કોઈને ઈજા કે જાનહાની થયેલ નથી. પરંતુ સ્થાનિક વેપારીઓ પાસેથી જાણવા મળતી વિગત મુજજ જે જગ્યા ઉપર બાંધકામનો ભાગ તૂટી પડ્યો છે તે જગ્યાએ સામાન્ય રીતે થડા વાળા બે વેપારી બેસીને વેપાર કરતા હોય છે. પરંતુ આજે તે આવેલા ન હોવાથી મોટી દુર્ઘટના સહેજમાં ટળી છે તેવું કહીએ તો તેમાં જરા પણ અતિશયોક્તિ નથી આ અંગેની જાણ થતા પાલિકાની ટીમે સ્થળ ઉપર જઈને બાંધકામનો તૂટી પડેલો જે કાટમાળ હતો તેને દૂર કરવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News