મોરબી મહાપાલિકાની નવી ઝોન ઓફિસના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા લોટ, પાણીને લાકડા: શહેર કોંગ્રેસના પ્રમુખનો આક્ષેપ મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની મુસદ્દારૂપ વિકાસ યોજનાના વાંધા સૂચનો મંગાવ્યા માળીયા (મી)નાવવાણિયા ગામેસ્મશાનમાં મૂકવામાંઆવલે દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરનાર સામે આકરા પગલાં લેવાની માંગ મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો
Breaking news
Morbi Today

મોરબીમાં જીટીપીએલના સંચાલકની ઓફિસ સળગાવનાર કેબલ ઓપરેટરે સહિત બે ની ધરપકડ


SHARE







મોરબીમાં જીટીપીએલના સંચાલકની ઓફિસ સળગાવનાર કેબલ ઓપરેટરે સહિત બે ની ધરપકડ

મોરબીમાં આવેલ ઘનશ્યામ પ્લાઝામાં જીટીપીએલની ઓફિસના દરવાજાને કેબલ ઓપરેટરે જવલંતશીલ પદાર્થ છાંટીને આગ ચાપી દીધી હતી જેથી કરીને જીટીપીએલનું સંચાલન સંભાળતા આધેડ દ્વારા હાલમાં એક કેબલ ઓપરેટર સહિત કુલ બે વ્યક્તિઓ સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે બંને આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના કાયાજી પ્લોટમાં આવેલ શિવાલય હાઈટસ ખાતે રહેતા અને મોરબી જિલ્લામાં જીટીપીએલ કેબલ કનેક્શનનું સંચાલન સંભાળતા દિનેશભાઈ જયંતીલાલ પંડ્યા (56)એ મોરબી એ  ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુનેદ ગુલામહુસેન પીલુડિયા રહે. મહેન્દ્રપરા અને તેની સાથે આવેલ એક અજાણ્યો માણસ આમ કુલ બે શખ્સની સામે ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યું હતું કે, મોરબીના રવાપર રોડ ઉપર એચડીએફસી ચોક ઘનશ્યામ પ્લાઝામાં તેઓની જીટીપીએલની ઓફીસ આવેલ છે અને જૂનેદ ગુલામહુસેન પીલુડિયા જે કેબલ ઓપરેટર તરીકે કામ કરતો હોય તેની સાથે જોડાયેલ છે અને તેણે ફરિયાદી પાસેથી હાથ ઉછીના 50 હજાર રૂપિયા માંગ્યા હતા જોકે, રૂપિયાની સગવડ ન હોવાથી ફરિયાદીએ તેને રૂપિયા આપવાની ના પાડી હતી જે બાબતનો ખાર રાખીને બંને આરોપીઓ તેઓની ઓફિસે પહોંચ્યા હતા અને ત્યાં તેમની ઓફિસના દરવાજા ઉપર જ્વલંતશીલ પદાર્થ છાંટીને આગ ચાંપી દીધી હતી જેથી કરીને ઓફિસમાં અને દરવાજામાં 50,000 જેવી નુકસાની થયેલ હતી અને આ બાબતે જીટીપીએલના સંચાલક દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીઓ જૂનેદ ગુલામહુસેન પીલુડીયા (30) રહે. મહેન્દ્રપરા -10 મોરબી અને સૈજાદ અનવરભાઇ બુખારી (30) રહે. રણછોડનગર મોરબી વાળાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.




Latest News