મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની મુસદ્દારૂપ વિકાસ યોજનાના વાંધા સૂચનો મંગાવ્યા માળીયા (મી)નાવવાણિયા ગામેસ્મશાનમાં મૂકવામાંઆવલે દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરનાર સામે આકરા પગલાં લેવાની માંગ મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો મોરબીના સામાકાંઠે દવા લેવા જવાનું કહીને નીકળ્યા બાદ પરિણીતા ગુમ
Breaking news
Morbi Today

મોરબી તાલુકાના એક કે બે નહીં 30 ગામોમાં માત્ર ચોમાસું પાક જ નહીં આખું વર્ષ નિષ્ફળ: ખેડૂતો પાયમાલ


SHARE







મોરબી તાલુકાના એક કે બે નહીં 30 ગામોમાં માત્ર ચોમાસું પાક જ નહીં આખું વર્ષ નિષ્ફળ: ખેડૂતો પાયમાલ

મોરબી તાલુકાના જુદાજુદા 30 થી વધુ ગામમાં સિચાઈ માટેની કોઈ વ્યવસ્થા ન હોવાથી ખેડૂતો માત્ર ચોમાસું પાક જ લઈ શકે છે અને તેમાં પણ ચાલુ વર્ષે ચોમાસામાં વધુ વરસાદ થયો છે જેથી કરીને ખેડૂતોના પાકને 80 થી 90 ટકા જેટલુ નુકશાન થયેલ છે જેથી સરકાર દ્વારા સર્વે કરાવીને તાત્કાલિક વળતર આપવામાં આવે તેવી ખેડુતો કરી રહેલ છે

મોરબી જિલ્લાના અકે કે બે નહીં પરંતુ 30 થી વધુ ગામ એવા છે કે જ્યાં સિચાઈ માટેની કોઈ વ્યવસ્થા નથી જેથી કરીને ખેડૂતો માત્ર ચોમાસુ પાક જ લઈ શકે છે જેથી મેઘરાજાની એન્ટ્રી પછી સારો વરસાદ થશે તેવી આશા સાથે ખેડૂતો દ્વારા તેના ખેતરોમાં વાવણી કરી નાખવામાં આવતી હોય છે આવી જ રીતે ચાલુ વર્ષે પણ વાવણી કરવામાં આવેી હતી જો કે, આ વર્ષે વધુ વરસાદ થતા ખેડૂતોની હાલત કફોડી બની ગયેલ છે મોરબી તાલુકાનાં પંચાસર, કેરાળી, જીવાપર, ખાખરેચિ, અમરાપર, ગાંધીનગર, ગુલાબનાગર, નગાલપર, થોરાડા, માણેકવાડા, મોટી વાવડી, ફાટસર, બદનપર, ધૂળકોટ અને તેની આજુબાજુમાં સિચાઈ માટે આજની તારીખે પણ સરકાર દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી જેથી કરીને ખેડૂતો માત્ર ચોમાસુ પાક લઈ શકે છે તેવામાં વરસાદ વધુ પડવાથી ખેતરોમાં પાકને નુકશાન થયુ છે અને ખેડૂતોની આશા અને અરમાન ઉપર પાણી ફરી વળ્યુ છે.

ત્યારે કુદરત સામે લાચાર ખેડૂતના ખેતરમાં નુકશાન થયુ છે તેવા સમયે સરકાર દ્વારા પાક નુકશાનીનો તાત્કાલિક સર્વે કરાવીને ખેડુતોને સરકારી સહાય આપવામાં આવે તેવી માંગ ખેડુતો દ્વારા કરવાનાં આવી રહી છે રહ્યા અમરાપર ગામે રહેતા ખેડુત રમેશભાઈ સાધાભાઈ ગરચર સાથે વાત કરતા તેમણે જણાવ્યુ છે કે, તેઓએ કપાસના પાકનું વાવેતર કર્યુ હતુ તેમાં છેલ્લા પંદર દિવસથી વરસાદી પાણી ભરેલ છે જેથી કરીને તેના ખેતરમાં પાકને સો ટકા નુકશાન થયેલ છે આવી જ રીતે ગોપાલભાઇ રાંકજા અને પરેશભાઇ ગરચરે જણાવ્યુ હતુ કે, તેઓના ગામની આસપાસ માં સિંચાઈ માટેની કોઈ વ્યવસ્થા નથી જેથી કરીને ખેડૂતો ચોમાસામાં એક પાક માત્ર લેતા હોય છે અને તેમાં પણ ચાલુ વર્ષે ભારે વરસાદના કારણે વરસાદી પાણી તેઓના ખેતરોમાં ભરાઈ ગયા છે જેથી કરીને તેઓનું આખું વર્ષ નિષ્ફળ ગયું હોય તેવો ઘાટ સર્જાયો છે

અમરાપર અને નાગલપર સહિતના ગામોમાં ખેતીના પાકોમાં મોટુ નુકશાન છે: સર્વેયર

મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં ભારે વરસાદના કારણે ખેડૂતોના ખેતરમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા અને કેટલીક જગ્યાએ નદી નાલાના પાણી પણ ખેતરોમાં ઘૂસી ગયા હતા જેથી કરીને ખેતીના પાકોમાં મોટા પ્રમાણમાં નુકસાન છે ત્યારે મોરબી જિલ્લામાં ખેતીના પાકોમાં થયેલ નુકસાનીના સર્વે માટે તેને કુલ મળીને 29 ટીમોને કામે લગાડવામાં આવી છે જે પૈકી અમરાપર અને નાગલપર બાજુ ત્યાંના ગ્રામ સેવક અશોકભાઈ વડેચા દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે અને તેમના જણાવ્યા પ્રમાણે અમરાપર, નાગલપર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોના પાકને ભારે વરસાદના કારણે 80 થી 90 ટકા જેટલું નુકસાન હોય તેવું હાલમાં જોવા મળી રહ્યું છે અને હજુ પણ સર્વેની કામગીરી ચાલી રહી છે.




Latest News