મોરબી મહાપાલિકાની નવી ઝોન ઓફિસના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા લોટ, પાણીને લાકડા: શહેર કોંગ્રેસના પ્રમુખનો આક્ષેપ મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની મુસદ્દારૂપ વિકાસ યોજનાના વાંધા સૂચનો મંગાવ્યા માળીયા (મી)નાવવાણિયા ગામેસ્મશાનમાં મૂકવામાંઆવલે દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરનાર સામે આકરા પગલાં લેવાની માંગ મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો
Breaking news
Morbi Today

મોરબીમાં આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જીલ્લાકક્ષાની સ્પર્ધા યોજાઇ


SHARE







મોરબીમાં આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જીલ્લાકક્ષાની સ્પર્ધા યોજાઇ

ભારત સરકાર દ્વારા વિજ્ઞાનનાં  પ્રચાર અને પ્રસાર માટે "નેશનલ કાઉન્સિલ ઓન સાયન્સ મ્યુઝિયમ" શાળાઓનાં વિધાર્થીઓનાં મનમાં વૈજ્ઞાનિક તપાસ અને વિશ્લેષણાત્મક વિચારની ભાવના કેળવવાનો છે. અને તેજસ્વી વિદ્યાર્થીઓની ક્ષમતાને બહાર લાવવાનાં હેતુસર  દર વર્ષે "નેશનલ સાયન્સ સેમીનાર" યોજવામાં આવે છે અને ગુજરાતમાં આ સ્પર્ધાઓ  "ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર" નાં માર્ગદર્શન હેઠળ યોજાય છે. મોરબી જીલ્લા કક્ષાએ "આર્યભટ્ટ " લોક વિજ્ઞાન કેન્દ્ર, ધી વી. સી. ટેક. હાઈસ્કૂલ રુમ નં.૨૦૨ મોરબી દ્વારાં આયોજીત થયેલ હતું. આ "રાષ્ટ્રીય વિજ્ઞાન સેમીનાર -૨૦૨૪" નો વિષય:- કૃત્રિમ બુદ્ધિ:-:- સંભવિત અને ચિંતાઓ  Artificial Intelligence: Potentials and Concerns નેશનલ સાયન્સ સેમીનારનું આયોજન કરેલ હતું. આ જીલ્લાકક્ષાની સ્પર્ધામાં મોરબી જીલ્લાની 18 શાળાઓનાં 59 ધો. 8 થી 10 ના વિધાર્થીઓએ ભાગ લીધો હતો આ "નેશનલ સાયન્સ સેમીનાર-2024" ની જીલ્લાકક્ષાની સ્પર્ધામાં નિર્ણાયક તરીકે દવે રવિકુમાર (નાલંદા વિદ્યાલય વિરપર) તથા ત્રિવેદી સાગરકુમાર (યોગી વિધાલય મોરબી) શ્રેષ્ઠ કામગીરી કરી હતી અને પ્રથમ બે  વિજેતાઓને રાજ્યકક્ષાની  સ્પર્ધા માટે પસંદ કરવામાં આવ્યા છે તેઓ રાજ્યકક્ષાએ ભાગ લેવા સાયન્સ સીટી અમદાવાદ જશે. તેવું દિપેનભાઈ ભટ્ટે માહિતી આપતા જણાવ્યુ છે.




Latest News