વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા ટેમ્પરરી રેડ ઝોન; મોરબી જિલ્લામા ૩૧ જુલાઈ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે: વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ મોરબી: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીની માણેક સોસાયટીમાં બંધ મકાનથી 70 હજારની ચોરીના ગુનામાં એક ચોકીદારની ધરપકડ: બેની શોધખોળ


SHARE

















મોરબીની માણેક સોસાયટીમાં બંધ મકાનથી 70 હજારની ચોરીના ગુનામાં એક ચોકીદારની ધરપકડ: બેની શોધખોળ

મોરબીના રવાપર રોડ ઉપર માણેક સોસાયટીમાં રહેતા યુવાનના રહેણાંક મકાનને અજાણ્યા બે શખ્સ દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું. અને ઘરના તાળા તોડીને ઘરમાં પ્રવેશ કરીને રોકડા 70,000 ની ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલ યુવાન દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે ગુનામાં પોલીસે એક આરોપીની ધરપકડ કરેલ છે અને બે આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ ઉપર આવેલ માણેક સોસાયટીમાં રહેતા હિતેનભાઈ અરવિંદભાઈ પલાણ (45)એ અજાણ્યા બે શખ્સોની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યુ હતું કેમાણેક સોસાયટીમાં આવેલ તેમના રહેણાંક મકાનને બંધ હતું ત્યારે અજાણ્યા શખ્સ દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું અને તેના ઘરના દરવાજાના તાળા તોડીને ઘરની અંદર પ્રવેશ કરવામાં આવ્યો હતો ત્યારબાદ ઘરમાં રાખવામાં આવેલ કબાટમાંથી રોકડા રૂપિયા 70,000 ની ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે ગુનામા એ ડિવિઝનના પીઆઇ હકૂમતસિંહ જાડેજાની સૂચના મુજબ આરોપીને પકડવા માટે તપાસ ચાલી રહી હતી તેવામાં રાજદીપસિંહ રાણા, હિતેશભાઇ ચાવડા અને રાજદીપસિંહ ઝાલાને મળેલ બાતમી આધારે પોલીસે આ ગુનામાં પંકજ બીસેભાઈ ઢોલી (28) ધંધો ચોકીદાર રહે. રવાપર ગોલ્ડન માર્કેટ પાછળ વિરાટ-એ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં મૂળ રહે. નેપાળ વાળાની ધરપકડ કરેલ છે અને તેની પ્રાથમિક પૂછપરછમાં હેમરાજ માનબહાદુર શાહી રહે. નેપાળ અને ભીમબહાદુર સીજુ શાહી રહે. મૂળ નેપાળ વાળાના નામ સામે આવેલ છે હાલમાં પકડાયેલા આરોપી પાસેથી પોલીસે 3000 રૂપિયા રોકડા 5000 રૂપિયાની કિંમતનો મોબાઇલ આમ કુલ મળીને 8,000 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને બાકીના બે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.




Latest News