ટંકારાના લજાઇ પાસે ઝગડામાં છોડાવા વચ્ચે પડેલ યુવાનને ધોકો લાગતા સારવારમાં દમ તોડ્યો, મામલો હત્યામાં પલ્ટાયો મોરબીના રાજમાતા વિજય કુંવરબા સાહેબનું બોમ્બે ખાતે નિધન: કાલે સવારે 10 વાગ્યે ન્યૂ પેલેસથી નીકળશે અંતિમયાત્રા મોરબીના ટીંબડી પાસે ચાર સવારી બાઈક ટ્રેક્ટર સાથે અથડાતા શાળાએ જઇ રહેલા એક વિદ્યાર્થીનું મોત મોરબીના રામપાર્કમાં રહેતી મહિલાએ બીમારીથી કંટાળીને ઘર ન કરવાનું કરી નાખ્યું મોરબીના પીપળી ગામ નજીકથી 7 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક રસ્તા ઉપર પડેલા મૃત રોજડા સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં મહિલાનું મોત મોરબીમાં ગ્રાહક પૈસા ચિકવવા વિમા કંપનીને અદાલતનો હુકમ, રવિવારે ખેડુત હાટ યોજાશે મોરબીના સિરામિક કારખાનેદાર પાસેથી 7865 બોક્સ ટાઇલ્સ મંગાવીને મુંબઈના શખ્સે માર્યું 44.74 લાખનું બુચ
Breaking news
Morbi Today

મોરબીના પત્રકારોએ સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ ઉત્સવમાં આરતીનો લાભ લીધો


SHARE







મોરબીના પત્રકારોએ સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ ઉત્સવમાં આરતીનો લાભ લીધો

મોરબીના એસપી રોડ પાસે ગણેશ મંડપ સર્વિસ વાળા અરવિંદભાઈ બારૈયા અને તેઓની ટીમ દ્વારા આ વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને દર વર્ષે ગણેશ મહોત્સવમાં કંઈક અલગ થીમ સાથે આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આ વખતે સેવ ટ્રી અને સેવ એન્વાયરમેન્ટના મેસેજ સાથે સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં સાંસદ, ધારાસભ્ય સહિતના રાજકીય અને સામાજિક અગ્રણીઓ તેમજ જિલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓ સહિત દરરોજના લગભગ ૧૦ થી ૧૨ હજાર જેટલા લોકો સિદ્ધિવિનાય કા રાજા ગણેશ ઉત્સવમાં દર્શન અને આરતીનો લાભ લેતા હોય છે ત્યારે મોરબીના પત્રકાર જીગ્નેશભાઈ ભટ્ટ, હિમાંશુભાઈ ભટ્ટ, પ્રવીણભાઈ વ્યાસ, હરનીશભાઈ જોશી, મહેન્દ્રસિંહ જાડેજા અને સન્નીભાઈ વ્યાસ તેઓના પરિવાર સાથે સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ ઉત્સવમાં પહોંચ્યા હતા અને ત્યાં તેઓએ આરતીનો લાભ લીધો હતો ત્યારબાદ ગણેશ ઉત્સવના આયોજક અરવિંદભાઈ બારૈયા તેમના દીકરા ઓમ બારૈયા તેમના ભાઈ અશોકભાઈ બારૈયા સહિતની ટીમ દ્વારા પત્રકારોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખને છે કે, ન માત્ર મોરબી શહેર પરંતુ સૌરાષ્ટ્રમાં સૌથી ભવ્ય અને અનોખું આયોજન અરવિંદભાઈ બારૈયા અને તેઓની ટીમ દ્વારા કરવામાં મોરબીમાં કરવામાં આવતું હોય છે જેનો ક્રેઝ તથા આકર્ષણ લોકોમાં ખૂબ જ જોવા મળતો હોય છે.




Latest News