ટંકારાના લજાઇ પાસે ઝગડામાં છોડાવા વચ્ચે પડેલ યુવાનને ધોકો લાગતા સારવારમાં દમ તોડ્યો, મામલો હત્યામાં પલ્ટાયો મોરબીના રાજમાતા વિજય કુંવરબા સાહેબનું બોમ્બે ખાતે નિધન: કાલે સવારે 10 વાગ્યે ન્યૂ પેલેસથી નીકળશે અંતિમયાત્રા મોરબીના ટીંબડી પાસે ચાર સવારી બાઈક ટ્રેક્ટર સાથે અથડાતા શાળાએ જઇ રહેલા એક વિદ્યાર્થીનું મોત મોરબીના રામપાર્કમાં રહેતી મહિલાએ બીમારીથી કંટાળીને ઘર ન કરવાનું કરી નાખ્યું મોરબીના પીપળી ગામ નજીકથી 7 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક રસ્તા ઉપર પડેલા મૃત રોજડા સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં મહિલાનું મોત મોરબીમાં ગ્રાહક પૈસા ચિકવવા વિમા કંપનીને અદાલતનો હુકમ, રવિવારે ખેડુત હાટ યોજાશે મોરબીના સિરામિક કારખાનેદાર પાસેથી 7865 બોક્સ ટાઇલ્સ મંગાવીને મુંબઈના શખ્સે માર્યું 44.74 લાખનું બુચ
Breaking news
Morbi Today

મોરબીના વાવડી રોડે ક્રિષ્ના પાર્કમાં જુગાર રમતા ચાર શખ્સ પડકાયા


SHARE







મોરબીના વાવડી રોડે ક્રિષ્ના પાર્કમાં જુગાર રમતા ચાર શખ્સ પડકાયા

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ક્રિષ્ના પાર્ક શેરી નં-3 માં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ચાર શખ્સોને 15,050 ની રોકડ સાથે મળી આવ્યા હતા જેથી તેની સામે ગુનો નોંધવામાં આવેલ છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ક્રિષ્ના પાર્ક શેરી નં-3 માં જાહેરમાં જુગાર રમતા હોવાની એ ડિવિઝન પોલીસને હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી આફતાબ હાજીભાઈ સમા (19) રહે. રવિ પાર્ક વાવડી રોડ મોરબી, રજાક ગુલામભાઈ ચાનીયા (45) રહે. ક્રિષ્ના પાર્ક વાવડી રોડ મોરબી, ગોપાલ બાબુભાઈ ચાવડીયા (25) રહે. પચ્ચીસ વારિયા બાયપાસ રોડ મોરબી અને જયેશ મલાભાઇ નકુમ (22) રહે. ગણેશ નગર વાવડી રોડ મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી 15,050 ની રોકડ કબજે કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો

અકસ્માતમાં ઇજા
મોરબી કચ્છ હાઇવે રોડ ઉપર આવેલ ગાળા ગામના પાટીયા પાસે ટ્રક સાથે ટ્રક અથડાતા અકસ્માતો બનાવ બન્યો હતો જે બનાવમાં રમણીકભાઈ પરબતભાઈ મકવાણા (35) રહે ગળપાદર ગાંધીધામ વાળાને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ અંગેની આગળ વધુ તપાસ વી.એસ. ડાંગર ચલાવી રહ્યા છે




Latest News