ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ મોરબી નજીક માજી સરપંચના પતિ પાસેથી ૧૦ લાખની ઉઘરીણી કરવા માટે માર મારનારા બે સામે ફરીયાદ મોરબીની પાંજરાપોળમાં બે મહિના સુધી પશુ ન લાવવા ધારાસભ્યની લોકોને અપીલ મોરબીમાં માલધારીઓના માલઢોર પકડવાનું મનપા બંધ કરે, વાડાઓ કાયદેસર કરી આપો: કલેક્ટરને કરી રજૂઆત એક રાષ્ટ્ર,એક ચૂંટણી: વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું
Breaking news
Morbi Today

મોરબીમાં નજીવી વાતે નાના ભાઈએ મોટાભાઈ અને ભત્રીજાને છરીના ઘા જીંક્યા: પોતે પણ સારવારમાં


SHARE

















મોરબીમાં નજીવી વાતે નાના ભાઈએ મોટાભાઈ અને ભત્રીજાને છરીના ઘા જીંક્યા: પોતે પણ સારવારમાં

મોરબીના સામાકાંઠે આવેલા ત્રાજપર ખારી વિસ્તારમાં ભાઇઓ વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં પિતા-પુત્ર ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો અને બંનેને સારવારમાં ખસેડાયા છે અને હુમલો નાના ભાઈ દ્વારા કરવામાં આવ્યો હોય હાલ પોલીસ દ્વારા આ બનાવની નોંધ કરીને આગળની તપાસ શરૂ કરાયેલ છે.

મોરબીના સામાકાંઠે આવેલા ત્રાજપર ખારી વિસ્તારમાં રામકુવા વાળી શેરીમાં રહેતા ભરતભાઈ દિનેશભાઈ ડાભી (ઉમર 43) અને તેમના 13 વર્ષના દીકરા દેવરાજ ભરતભાઇ ડાભી ઉપર છરી વડે હુમલો કરવામાં આવતા પેટના ભાગે ઈજા પામેલ હાલતમાં ભરતભાઈ ડાભીને તથા તેમના પુત્ર દેવરાજને ડાબા પગના સાથળ ભાગે સામાન્ય ઇજા થતા બંનેને સિવિલે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને સામેના પક્ષેથી તેમના નાના ભાઈ કે જેઓએ છરી વડે હુમલો કર્યો હતો તે જગદીશભાઈ દિનેશભાઈ ડાભી (ઉમર 39) રહે.ત્રાજપર ખારી રામકુવા પાસે વાળાને પણ મારામારીના આ બનાવમાં ઈજા થતા તેને શહેરની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવેલ છે.વધુમાં સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે બંને ભાઈઓ એક જ ફળિયે રહે છે અને અગાઉ પાણી ભરવા માટે ઘરની મહિલાઓ વચ્ચે બોલાચાલી ઝઘડો થયો હતો તે વાતનો રોષ રાખીને જ્યારે ભરતભાઈ ડાભી અને તેનો દીકરો દેવરાજ દૂધ લેવા માટે ગયા હતા ત્યારે રસ્તામાં આંતરીને તેઓના નાના ભાઈ જગદીશ ડાભી દ્વારા તેઓ ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો.હાલ આ બનાવની હોસ્પિટલ તરફથી જાણ કરવામાં આવતા સીટી બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણા દ્વારા મારામારી સંદર્ભે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરાઇ છે.

ભડીયાદ મારામારી

મોરબીના સામાકાંઠે ભડીયાદ નજીક આવેલ ડેલ્ટા ટાઇલ્સ ઇન્ડિયા એલએલપી નામના કારખાનાના લેબર ક્વાટરમાં રહીને ત્યાં મજૂરી કામ કરતાં કાલુસિંગ ગણપતસિંગ ભાંભર નામના 20 વર્ષના યુવાનને મોડી રાત્રિના 12:30 વાગ્યાના અરસામાં લેબર કોલોનીમાં મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચી હતી.જેથી શહેરની સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.હાલ હોસ્પિટલ તરફથી યાદી આવતા તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા દ્વારા મારામારીના કારણે અંગે આગળની તપાસ હાથ ધરાયેલ છે.

ફિનાઇલ પી જતા સારવારમાં

મોરબી તાલુકાના આંદરણા ગામે રહેતા અજય રવજીભાઈ ચાવડા નામના 27 વર્ષના યુવાને કોઈ અગમ્ય કારણોસર તેઓના ઘરે ફીનાઇલ પી લીધું હતું.જેથી સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવેલો છે.તેમ હાલ તાલુકા પોલીસ સુત્રો દ્વારા જણાવવામાં આવેલ છે અને આ બનાવને પગલે તાલુકા પોલીસ સ્ટાફના વી.ડી.ખાચર દ્વારા બનાવના કારણ અંગે આગળની તપાસ શરૂ કરાઇ છે.




Latest News