લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો (જીજ્ઞેશ ભટ્ટ દ્વારા) મોરબી તા.૨૭ આ કાળઝાળ ગરમીમાં પક્ષીઓ માટે ચકલા ઘર તથા તેમની તૃષા છીપાવવા માટે માટીના ઠંડા કુંડા (પરબિયા) નુ વિનામૂલ્યે શ્રી સત્યેશ્વર મહાદેવ મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ સામાન્ય નાગરિકની જેમ કતારમાં ઉભા રહીને  પારિવાર સાથે મતદાન કર્યું હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત
Breaking news
Morbi Today

અબજ પ્રેમ કી ગજબ કહાની: ટંકારાના લજાઈ ગામે પ્રેમ લગ્ન કરાવવાની ના કહેતા પ્રેમિકા સહિતના ચાર લોકોએ યુવાનના દાદી સહિતનાઓને માર માર્યો !


SHARE













અબજ પ્રેમ કી ગજબ કહાની: ટંકારાના લજાઈ ગામે પ્રેમ લગ્ન કરાવવાની ના કહેતા પ્રેમિકા સહિતના ચાર લોકોએ યુવાનના દાદી સહિતનાઓને માર માર્યો !

ટંકારા તાલુકાના લજાઈ ગામે રહેતા વૃદ્ધાના પૌત્ર સાથે જે યુવતીને પ્રેમસંબંધ હતો તે યુવતીને લગ્ન કરાવી દેવાની વૃદ્ધા તથા તેના પરિવારજનોએ ના પાડી હતી જે તેને સારું નહીં લાગતા બે મહિલા સહિત કુલ ચાર વ્યક્તિઓ દ્વારા વૃદ્ધા સાથે જપાજપી કરીને ઢીકાપાટુનો માર મરવામાં આવ્યો હતો તેમજ તેના પરિવારજનોને પણ ધોકા વડે માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલ વૃદ્ધા સહિતાઓને સારવારમાં લઈ ગયા હતા અને ત્યારબાદ વૃદ્ધાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના લજાઈ ગામે રહેતા જયાબેન આલાભાઇ ચાવડા (60)એ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લક્ષ્મીબેન હીરાભાઈ ચૌહાણ, સુરેશભાઈ હીરાભાઈ ચૌહાણ, કવિતાબેન હીરાભાઈ ચૌહાણ અને મિલન પોપટભાઈ જાદવ રહે. બધા મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેમણે જણાવ્યું છે કે, ફરિયાદીના પૌત્ર રાહુલને આરોપી લક્ષ્મીબેન ચૌહાણ સાથે પ્રેમ સંબંધ હોય ફરિયાદી તથા સાહેદોએ લગ્ન કરવાની ના પાડતા હતા જે તેને સારું લાગ્યું ન હતું જેથી લક્ષ્મીબેન, સુરેશભાઈ અને સવિતાબેને ફરિયાદી વૃદ્ધા સાથે જપજપી કરી હતી અને ઢીકાપાટુનો માર મારીને મૂઢ ઇજાઓ કરી હતી તેમજ સુરેશભાઈએ સાહેદ અમૃતભાઈને લાકડાના ધોકા વડે પગના ભાગે માર માર્યો હતો અને મારી નાખવાની ધમકી આપી હતી તેમજ મિલન જાદવે અમૃતભાઈને ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી ઈજા પામેલ વ્યક્તિઓને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યારબાદ વૃદ્ધાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News