મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીમાં સમગ્ર જ્ઞાતિના પિતૃઓના મોક્ષાર્થે ભાગવત સપ્તાહનું આયોજન


SHARE









મોરબીમાં સમગ્ર જ્ઞાતિના પિતૃઓના મોક્ષાર્થે ભાગવત સપ્તાહનું આયોજન

મોરબીના  વાવડી રોડ  પર આવેલ સોમૈયા સોસાયટીમાં સમગ્ર જ્ઞાતિના  પિતૃઓના મોક્ષાર્થે પિતૃપ્રિય ભાદરવા માસમાં  શિવમંદિરના ગ્રાઉન્ડમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કથાના વક્તા તરીકે મોરબીના કથાકાર શાસ્ત્રીજી કૃષ્ણચંદ્ર દિલીપભાઈ દવે  દ્વારા તેની આગવી શૈલીમાં લોકોને કથાનું રસપાન કરાવશે આ કથા તા 26/9 ને ગુરુવારથી શરૂ થશે અને તા.2/10 ના રોજ કથા વિરામ થશે. આ કથા દરમિયાન વિવિધ ધાર્મિક પ્રસંગો  ભાગવત માહાત્મય, સાંખ્યો પદેશ, કપિલ પ્રાગટ્ય, નરસિંહ પ્રાગટ્ય, વામન પ્રાગટ્ય, શ્રી રામ જન્મ, શ્રીકૃષ્ણ જન્મ, ગોવર્ધન પૂજા, રૂક્ષ્મણી વિવાહ, શ્રી સુદામાચરિત્ર, પરીક્ષિત મોક્ષ જેવા પાવન પ્રસંગો ધામધૂમથી ઉજવાશે. તેમજ કથા સમય બપોરે 2.00 થી 6.00 વાગ્યા સુધીનો રાખવામા આવેલ છે. આ કથામાં કોઈ યજમાનોએ પોતાના પિતૃઓના ફોટા રાખી પૂજન વિધિના લાભ લેવાં માટે તેમજ વિશેષ માહિતી માટે મો. 8000911444 ઉપર શાસ્ત્રીજીનો સંપર્ક કરવા જણાવ્યુ છે એને આ કથાનો લાભ લેવા માટે મોરબીના લોકોને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.




Latest News