મોરબીમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે પાલિકાની ટીમ દ્વારા ગણેશજીની 109 મુર્તિઓનું સલામત રીતે કરાયું વિસર્જન
SHARE
મોરબીમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે પાલિકાની ટીમ દ્વારા ગણેશજીની 109 મુર્તિઓનું સલામત રીતે કરાયું વિસર્જન
મોરબીમાં ગણેશ વિસર્જન દરમ્યાન કોઈ અઘટીત બનાવ ન બને તે માટે નગરપાલિકા દ્વારા ગણેશોત્સવના આયોજકો પાસેથી ગણેશજીની 109 મુર્તિ એકત્રીત કરીને મોરબીના શોભેશ્વર રોડે આવેલ પિકનિક સેન્ટર ખાતે કૃત્રિમ કુંડ બનાવીને તેમાં ગણેશજીની મુર્તિઓનું વિસર્જન કરવા માટેનું આયોજન કરવામાં આવ્યુ છે અને ભક્તો દ્વારા એક દો તીન ચાર ગણપતિ કા જય જયકાર સહિતના ગગન ભેદી જય ઘોષ સાથે વિઘનહર્તા દેવને વિદાય આપવામાં આવી હતી. મોરબી પાલિકાના તરવૈયાઓ દ્વારા સલામત રીતે ગણેશ વિસર્જન કરવામાં આવ્યુ હતુ અત્રે ઉલેખનીય છે કે, દર વખતે મોરબીમાંથી મોટી સંખ્યામાં વાજતે ગાજતે ગણપતિ વિસર્જન કરવામાં માટે ધામધુમ સાથે "ગણપતિ બાપા મોરીયા, અગલે બરસ તું જલ્દી આ" સહિતના જય ઘોષ સાથે લોકો દુંદાળા દેવને વિદાય આપતા હોય છે તેવી જ રીતે આ અવર્ષે પણ લોકોએ ભીની આંખે ગણેશજીની વિદાય આપી હતી.