વાંકાનેરના ઢૂંવા પાસે કારખાનામાં રિવર્સ આવતી કાર હેઠળ કચડાઈ જવાથી  ઇજા પામેલ દોઢ વર્ષની બાળકીનું સારવારમાં મોત મોરબીમાં ગ્રાહકોને હોમ લોન તથા વાહન લોન બાબતે બેન્ક તથા ફાયનાન્સ તરફથી થતી બીન અધિકૃત કનડગત દુર કરો-ગ્રાહક સુરક્ષા મંડળ મોરબીમાં નાના બાળકોને શૈક્ષિણક કીટ આપીને આઈ શ્રી સોનલમાં નો જન્મોત્સવ ઉજવાયો મોરબી વિહિપ-બજરંગ દળ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુ યુવાનની હત્યાના વિરોધમાં કરાયું પૂતળા દહન મોરબી સિરામિક ઉદ્યોગના વિવિધ પ્રશ્નોને લગતી મુખ્યમંત્રી અને મંત્રીઓને સિરામિક એસો. દ્વારા કરાઇ રજૂઆત હળવદ પીજીવીસીએલ દ્વારા સુરક્ષા જ જિંદગી ના મંત્ર સાથે સેમિનાર યોજાયો શ્રી મનુભાઈ પંચોળી-સોક્રેટીસ સન્માન મેળવતા મોરબીની શ્રી બિલિયા પ્રાથમિક શાળાના પ્રતિભાશાળી શિક્ષક ગૌતમભાઈ ગોધવિયા મોરબીના ચકમપર ગામનો બનાવ : રીસામણે ગયેલ પત્ની પરત ન આવતી હોય લાગી આવતા યુવાને અનંતની વાટ પકડી
Breaking news
Morbi Today

 મોરબીના મૃતક પોલીસ કર્મચારીના પરિવારને ગ્રાહક સુરક્ષા મંડળની મધ્યસ્થતાથી 30.10 લાખની રકમનો વીમો મંજુર થયો


SHARE











 મોરબીના મૃતક પોલીસ કર્મચારીના પરિવારને ગ્રાહક સુરક્ષા મંડળની મધ્યસ્થતાથી 30.10 લાખની રકમનો વીમો મંજુર થયો

મોરબી તાલુકાના કેરાળી ગામના વતની વસંતભાઈ મિયાત્રા પોલીસ કર્મચારી હોઈ અકસ્માત થતાં અવસાન થયુ હતુ.વીમા કંપની અને બેંકે વીમો આપવાની ના પાડતા તેમના પુત્રી દિયાબેન મિયાત્રાએ મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્રારા ગ્રાહક અદાલતમાં કેઇસ દાખલ કરતાં ગ્રાહક અદાલતે રૂા.૩૦, ૧૦૦૦૦ (ત્રીસ લાખ દશ હજાર પુરા) ૯ ટકાના વ્યાજ સાથે તા.૨૧-૯-૨૧ થી ચુકવવાનો આદેશ કરેલ છે.

આ કેઇસની વિગત એવી છે કે કેરાળીના વતની વસંતભાઇ મિયાત્રા પોલીસ ખાતામાં નોકરી કરતાં હતાં.તેઓનો અકસ્માત થતાં તેઓ બેભાન અવસ્થામાં મરણ પામ્યા હતા.તેમનો વિમો યુનાઈટેડ ઇન્ડીયા ઇન્સ્યુરન્સ કાુ. માં વિમો હતો.જેનુ પ્રીમીયમ સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા દ્રારા ભરાતુ હતુ. વસંતભાઈ મિયાત્રાના વારસદારોએ વીમા કંપનીને તમામ કાગળો રજુ કરેલ હતાં પરંતુ વીમા કંપની અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાએ કોઈ કાર્યવાહી કરેલ નહી અને વીમો ચુકવેલ નહી.વસંતભાઈની દિકરી દિયાબેન મિયાત્રાએ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાનો સંપર્ક કરીને તેઓ દ્રારા ગ્રાહક અદાલતમાં કેઇસ દાખલ કરેલ.નામદાર ન્યાયમૂર્તિએ નોંધ લીધી કે વીમા કંપની અને બેંકની સેવામાં ખામી છે.માટે દિયાબેનને રૂા.૩૦,૧૦,૦૦૦ (ત્રીસ લાખ દશ હજાર પુરા) તા.૨૧-૯-૨૨ થી ૯ ટકાના વ્યાજ સાથે ચુકવવાનો આદેશ આપેલ છે.કોઇપણ ગ્રાહકને અન્યાય થાય તો મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા (મો.૯૮૨૫૭ ૯૦૪૧૨), બળવંતભાઈ ભટ્ટ (મો.૯૩૨૭૪ ૯૯૧૮૫) અથવા રામભાઈ મહેતા (મો.૯૯૦૪૭ ૯૮૦૪૮) નો સંપર્ક કરવો તેમ યાદીમાં જણાવેલ છે.






Latest News