આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કક્ષાનાં  સ્વચ્છતા હી સેવા અભિયાનનો જેતપરથી આરંભ: ધારાસભ્ય સહિતના સ્વચ્છતા ઝુંબેશમાં જોડાયા


SHARE













મોરબી જિલ્લા કક્ષાનાં  સ્વચ્છતા હી સેવા અભિયાનનો જેતપરથી આરંભ: ધારાસભ્ય સહિતના સ્વચ્છતા ઝુંબેશમાં જોડાયા

મોરબી જિલ્લાને રૂડું અને રળિયામણું બનાવવાના હેતુથી જિલ્લામાં યોજાનાર સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત મોરબી તાલુકાના જેતપર ખાતે મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાએ સ્વચ્છતા ઝુંબેશનું આયોજન કરી અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.


૨ જી ઓક્ટોબરે મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીની ઉજવણી ઉપરાંત સ્વચ્છતા મિશન ને ૧૦ વર્ષ પૂર્ણ થવાના ભાગરૂપે સ્વચ્છતા હી સેવા અભિયાનનું સમગ્ર દેશ અને રાજ્યમાં આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે મોરબી જિલ્લાને પણ સ્વચ્છ અને સુઘડ બનાવવા માટે જિલ્લા કલેક્ટરશ્રી કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. ત્યારે મોરબીમાં જેતપુર ખાતે જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન કરી સમગ્ર જિલ્લામાં સ્વચ્છતા ઝુંબેશનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો તથા સર્વે ઉપસ્થિતોએ સ્વચ્છતા માટેના સપથ લીધા હતા તથા સફાઈમિત્રોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

મોરબી-માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘી, મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ અશોકભાઈ દેસાઈ, જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ, , નાયબ વન સંરક્ષક  ચિરાગ અમીન, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.એસ. ગઢવી તેમજ તાલુકા પંચાયતના સભ્યઓ સહિતનાઓએ જેતપરના જાહેર માર્ગ પર સફાઈ કરી હતી અને સ્વચ્છતા ઝુંબેશમાં સહભાગી બન્યા હતા.






Latest News