આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો
Breaking news
Morbi Today

સુરત ખાતે નવનિર્મિત ગૌરવ સેનાની કુમાર છાત્રાલયમાં પ્રવેશ શરૂ; મોરબી જિલ્લાના સફાઈ કામદારો જોગ


SHARE













સુરત ખાતે નવનિર્મિત ગૌરવ સેનાની કુમાર છાત્રાલયમાં પ્રવેશ શરૂ; મોરબી જિલ્લાના સફાઈ કામદારો જોગ

માજી અને પૂર્વ સૈનિકો તેમજ સ્વર્ગસ્થ પૂર્વ સૈનિકોના સંતાનો માટે સુરત ખાતે ગૌરવ સેનાની ભવનમાં નવનિર્મિત સૈનિક કુમાર છાત્રાલય કાર્યરત છે જેમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ છે. માજી અને પૂર્વ સૈનિકો તેમજ સ્વર્ગસ્થ પૂર્વ સૈનિકોના ધર્મપત્નીઓના સંતાનો કે જે સુરત ખાતે આવેલા શૈક્ષણિક સંસ્થાઓમાં ધો.૮ કે તેથી ઉપરના ધોરણમાં રેગ્યુલર વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરતા હોય તેમને રહેવા અને જમવા માટે સુરત ખાતે ગૌરવ સેનાની ભવન ખાતે નવનિર્મિત સૈનિક કુમાર છાત્રાલય કાર્યરત છે.

આ છાત્રાલયમાં પ્રવેશ મેળવવા માંગતા કુમાર અને તેમના માતા-પિતાએ સુરત કચેરીનો રુબરુ સંપર્ક કરી નમૂના મુજબનું પ્રવેશ ફોર્મ મેળવી સત્વરે જમા કરાવવા. વધુ વિગત માટે ટેલિફોન નંબર (૦૨૬૧) ૨૯૧૩૮૨૦ અને ૯૪૨૬૮ ૦૨૮૨૦ પર સંપર્ક સાધવા રાજકોટ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુન:વસવાટ અધિકારીશ્રીની યાદીમાં જણાવાયુ છે.

મોરબી જિલ્લાના સફાઈ કામદારો જોગ

ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા, રાજ્યના સફાઈ કામદારો અને તેમના આશ્રિતોને રહેણાંકના પાકા આવાસો બનાવવા માટે ડો. આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના અમલમાં છે. આ યોજનાનો લાભ સફાઈ કામદારો અને તેમનાં આશ્રિતોને મળવાપાત્ર રહેશે જેમાં કોઈ આવક મર્યાદા લાગુ પડશે નહી. આ યોજના હેઠળ સફાઈ કામદારો અને તેમના આશ્રિતોને રહેણાંકના પાકા આવાસો બનાવવા માટે સરકારશ્રીના નિયમોને આધિન વ્યકિગત ૧,૨૦,૦૦૦ ની સહાય ત્રણ હપ્તામાં મળવાપાત્ર થાય છે.

આ યોજનાનો લાભ લેવા માટે સફાઈ કામદારો અને તેમના આશ્રિતોને esamajkalyan.gujarat.gov.in પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ યોજનાનો વધુ વધુ લાભ લેવા તથા વધુ માહિતી કે મદદ માટે ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ અને નાયબ નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ, જિલ્લા સેવા સદન, સો ઓરડી રૂમ નં. ૪૬.૪૭, મોરબી, ફોન નં. ૦૨૮૨૨૨૪૨૨૨૪ પર સંપર્ક કરવા સફાઈ કામદાર વિકાસ નિગમના જિલ્લા મેનેજરની યાદીમાં જણાવાયું છે






Latest News