હળવદના નવા ધનાળા ગામના પાટીયા થયેલ અકસ્માતના બનાવમાં ટ્રક ચાલક સામે એસટીના ડ્રાઇવરે નોંધાવી ફરિયાદ
વાંકાનેરના નવા ઢુવામાં જૂના ઝઘડાનો ખાર રાખીને યુવાનને છરી બતાવીને મારી નાખવાની ધમકી: ઘરના દરવાજા-બાઇકમાં કર્યું નુકશાન
SHARE
વાંકાનેરના નવા ઢુવામાં જૂના ઝઘડાનો ખાર રાખીને યુવાનને છરી બતાવીને મારી નાખવાની ધમકી: ઘરના દરવાજા-બાઇકમાં કર્યું નુકશાન
વાંકાનેર તાલુકાના નવા ઢુવા ગામે રહેતી મહિલા અને તેના પરિવાર સાથે અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને સામે વાળાએ તેના ઘર પાસે બોલેરો ગાડી લઈ આવી હતી અને બોલેરો ગાડી રિવર્સમાં લઈ મહિલાના ઘરના મેઇન દરવાજામાં ગાડી અથડાવી હતી જેથી દરવાજો તૂટી ગયો હતો અને દરવાજા તથા મોટરસાયકલમાં નુકસાની કરી હતી આટલું જ નહીં પરંતુ મહિલાના દીકરાને છરી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી મહિલાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
બનાવની જાણવા મળતી વિગત મુજબ વાંકાનેર તાલુકાના નવા ઢુવા ગામે શેરી નં-1 માં રહેતા જીતુબેન અશોકભાઈ ચારલા (45)એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વિક્રમસિંહ અજીતસિંહ ઝાલા રહે. નવા ઢુવા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યુ છે કે, અગાઉ આરોપી સાથે ઝઘડો થયો હતો જે બાબતનું મનદુખ રાખીને વિક્રમસિંહ ઝાલા તેની બોલેરો પીકપ ગાડી નંબર જીજે 36 ટી 5492 લઈને ફરિયાદીના ઘર પાસે આવ્યા હતા અને ત્યાં ગાડી રિવર્સમાં લઈને ફરિયાદી મહિલાના ઘરના મેઇન ગેટ સાથે બોલેરો ગાડી અથડાવી હતી જેથી ફરિયાદીના ઘરના મેઈન ગેટ તૂટી ગયો હતો તેમજ તેના બાઈકમાં પણ નુકસાની કરી હતી આટલું જ નહીં પરંતુ ફરિયાદી મહિલાના દીકરા વિજયને છરી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ભોગ બનેલ મહિલા દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે.