હળવદના નવા ધનાળા ગામના પાટીયા થયેલ અકસ્માતના બનાવમાં ટ્રક ચાલક સામે એસટીના ડ્રાઇવરે નોંધાવી ફરિયાદ
SHARE
હળવદના નવા ધનાળા ગામના પાટીયા થયેલ અકસ્માતના બનાવમાં ટ્રક ચાલક સામે એસટીના ડ્રાઇવરે નોંધાવી ફરિયાદ
હળવદ તાલુકાના નવા ધનાળા ગામના પાટીયા પાસે આવેલ કારખાના સામે હાઇવે રોડ ઉપર ટ્રક બંધ પડ્યો હતો તેમાં પાછળના ભાગે એસટીની બસ અથડાઈ હતી જેથી કરીને ડ્રાઈવર, કંડક્ટર તેમજ મુસાફરોને ઇજા થયેલ હતી જેથી તેને સારવારમાં લઈ ગયા હતા જે બનાવમાં એસટી બસના ડ્રાઇવરે હાલમાં ટ્રકના ચાલક સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે.
જાણવા મળતી માહિતી મુજબ આણંદ જિલ્લાના સામરખા ગામના રહેવાસી એસટી બસના ડ્રાઇવર મનુભાઈ ભોઈ (38)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક ટેલર નંબર જીજે 12 બીવાય 8875 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, હળવદ માળિયા હાઇવે રોડ ઉપર આવેલ નવા ધનાળા ગામના પાટીયા પાસે કારખાનાની સામેના ભાગમાંથી તેઓ આણંદથી મુન્દ્રા તરફ એસટીની સ્લીપર કોચ બસ નંબર જીજે 18 ઝેડ 9509 લઈને જઈ રહ્યા હતા દરમિયાન રાત્રિના સમયે આરોપીનો ટ્રક હાઇવે રોડ ઉપર બંધ હાલતમાં પડ્યો હતો અને ત્યાં પાર્કિંગ લાઈટ કે કોઈ આડસ મૂકવામાં આવી ન હતી જેથી કરીને એસટી બસ ટ્રકની પાછળના ભાગમાં અથડાતા અકસ્માત થયો હતો જેમાં ફરિયાદીને તથા બસના કંડકટર ભરતભાઈ છનાભાઈ પટેલ તેમજ બસમાં બેઠેલા મુસાફરોને ઈજા થઈ હતી જેથી કરીને ઈજા પામેલા તમામ વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં એસટી બસના ડ્રાઈવરે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
બાળક સારવારમાં
મોરબીમાં પ્રભુ કૃપા ટાઉનશીપથી પ્રકૃતિ સોસાયટી તરફ બાઈક ઉપર જતા હતા ત્યારે બાઈક સ્લીપ થઈ જવાના કારણે અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં ધવ્યા મનોજભાઈ વરમોરા (10) રહે. પ્લોટ વિસ્તાર સરા ને ઇજા થતાં તેને મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે