મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

જામનગરમા આવેલ દરગાહમાંથી ચોરી કરનારા રાજકોટના બે રીઢા ચોરની મોરબીના નવલખી ફાટક પાસેથી ધરપકડ: 1.80 લાખનો મુદામાલ કબજે


SHARE













જામનગરમા આવેલ દરગાહમાંથી ચોરી કરનારા રાજકોટના બે રીઢા ચોરની મોરબીના નવલખી ફાટક પાસેથી ધરપકડ: 1.80 લાખનો મુદામાલ કબજે

જામનગરમા આવેલ વ્હોરાના હજીરામા આવેલી દરગાહને નિશાન બનાવીને ચોરી કરવામાં આવી હતી અને દાનપેટી તોડીને મુદામાલની ચોરી કરીને આરોપીઓ બુલેટ લઈને મોરબી તરફ આવી રહ્યા છે તેવી હક્કિત મોરબી બી ડિવિઝન પોલીસને મળી હતી જેના આધારે વોચ ગોઠવીને 1.80 લાખના કુલ મુદામાલ સાથે હાલમાં પોલીસે બે આરોપીની ધરપકડ કરેલ છે અને આ અંગેની જાણ જામનગર પોલીસને કરવામાં આવેલ છે.

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રીપાઠીની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ ચોરી, લુંટ, ધાડ જેવા મિલકત સબંધી ગુનાઓમાં આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી હતી તેવામાં બી ડિવિઝનના પીઆઇ એન.એ.વસાવાના સુપરવિઝન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે જે.જે.ડાંગર, પ્રદીપસિંહ ઝાલા, શક્તિસીંહ જાડેજા, અજયસિંહ તિખુભાને મળેલ સંયુક્ત બાતમી આધારે થોડા દીવસ પહેલા જામનગરના સુભાસ બ્રીજની બાજુમા આવેલ પ્રસીધ્ધ વ્હોરા સમાજની દરગાહમા થયેલ ચોરીના ગુનામાં બન્ને આરોપીને બુલેટ સાથે મોરબીના નવાલખી ફાટક પાસેથી ઝડપી લેવામાં આવેલ છે. હાલમાં જે બે આરોપીને પકડવામાં આવેલ છે

તેમાં સીકંદર ઉર્ફે સીકલો સીદીકભાઈ પઢીયાર (40) રહે. ભગવતીપરા, જયમાળી ચા ની હોટલની બાજુમા રાજકોટ અને વિવેક બીરેંદ્રસિંઘ ચૌહાણ (36) રહે. કરણપરા શેરી નં- ૭ શુભ એપાર્ટમેંટ, રાજકોટનો સમાવેશ થાય છે અને આ બંને આરોપીઓએ જામનગરમાં આવેલ પ્રસીધ્ધ વ્હોરાના હજીરામાં આવેલ દરગાહની અંદર ચોરી કરી હતી અને  મોરબીમા ચોરી કરે તે પહેલા પકડી પાડેલ છે અને પોલીસે સીકંદર પાસેથી 50 હજાર અને વિવેક પાસેથી 55 હજાર રોકડા તેમજ બુલેટ નંબર જીજે 3 એનઆર 9200 જેની કિંમત 75 હજાર આમ કુલ મળીને 1.80 લાખનો મુદામાલ કબજે કરેલ છે

જે બે આરોપીને મોરબીની પોલીસે પકડેલ છે તેના ગુનાહિત ઇતિહાસ વિષેની પોલીસે આપેલ માહિતી મુજબ આરોપી સીકંદર ઉર્ફે સીકલો પઢીયાર ઉપર જામનગર અને જેતપુરમાં કુલ મળીને ચોરીના ત્રણ ગુના નોંધાયેલ છે જયારે આરોપી વિવેક ચૌહાણ સામે રાજકોટના જુદાજુદા પોલીસ સ્ટેશનમાં ચોરીના કુલ મળીને 17 જેટલા ગુના નોંધાયેલ છે આ કામગીરી પીઆઇ એન.એ. વસાવાની સૂચના મુજબ જગદીશભાઇ ડાંગર, ભરતભાઇ ખાંભરા, ચંદ્રસિંહ પઢીયાર, રાજેશભાઇ ડાંગર, વિજયભાઇ ચાવડા, ધર્મેન્દ્રભાઇ રાંકજા, પ્રદિપસિંહ ઝાલા, બ્રીજેશભાઇ બોરીયા, યોગેશદાન ગઢવી, શક્તિસિંહ જાડેજા, અજયસિંહ રાણા, રમેશભાઇ રાઠોડ, દશરથસિંહ મસાણી, સંજયભાઇ લકુમ, સુખદેવભાઇ ગઢવી, પ્રીયંકાબેન પૈજાએ કરેલ છે.






Latest News