મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબીના શક્તિ ચેમ્બર પાસે રોડ ક્રોસ કરી રહેલ યુવાનને અજાણ્યા બાઇક ચાલકે હડફેટે લેતા સારવાર દરમિયાન યુવાનનું મોત


SHARE













મોરબીના શક્તિ ચેમ્બર પાસે રોડ ક્રોસ કરી રહેલ યુવાનને અજાણ્યા બાઇક ચાલકે હડફેટે લેતા સારવાર દરમિયાન યુવાનનું મોત

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલા શક્તિ ચેમ્બર પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં ઈજા પામેલ યુવાનને મોરબીની સિવિલ હોસ્પિટલે ત્યાંથી મોરબીની ખાનગી હોસ્પિટલે અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ સિવિલે લઈ જવામાં આવ્યો હતો.જોકે રાજકોટ સિવિલ હોસ્પિટલે સારવાર દરમિયાન યુવાનનું મોત નિપજયુ હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળેલ છે.

ઉપરોક્ત અકસ્માત બનાવ સંદર્ભે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના વાલભા ચાવડા પાસેથી મળતી માહિતી પ્રમાણે મોરબીના સામાકાંઠે જુના રફાળેશ્વર રોડ ઉપર આવેલ શક્તિ સોસાયટીમાં રહેતા સવજીભાઈ અવચરભાઈ ઉપસરીયા નામનો ૪૦ વર્ષનો યુવાન મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ શક્તિ ચેમ્બરની સામેના ભાગેથી ગત તા.૧૯-૯ ના સવારે દસેક વાગ્યાના અરસામાં રોડ ક્રોસ કરતો હતો.ત્યારે કોઈ અજાણ્યા બાઈક ચાલકે તેને હડફેટે લીધો હતો.જેથી કરીને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં તેઓને અત્રેની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને બાદમાં અત્રેની ખાનગી આયુષ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.જ્યાં બેભાન હાલતમાં સારવાર દરમિયાન તા.૨૦-૯ ના રોજ વહેલી સવારે છએક વાગ્યાના અરસામાં સવજીભાઈ અવસરભાઈ ઉપસરિયા (ઉમર ૪૦) રહે.શક્તિ સોસાયટી જુના રફાળેશ્વર રોડ તા.જી.મોરબી નું મોત નિપજયુ હતું.હાલ હોસ્પિટલ ખાતેથી યાદી આવતાં બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા આ બાબતે આગળની તપાસ ચલાવી રહ્યા છે.અકસ્માત સર્જીને ભાગી છુટેલા વાહન ચાલકને પકડવા પોલીસ દ્વારા તપાસ શરૂ કરાયેલ છે.

વાહન અકસ્માતમાં બે વૃદ્ધાઓ ઇજાગ્રસ્ત થતા સારવારમાં

મોરબીના સામાકાંઠે આવેલ કુબેર ટોકીઝ પાછળની હેમલ સોસાયટીમાં રહેતા સમુબેન બચુભાઈ પાટડીયા નામના ૭૮ વર્ષના વૃદ્ધા બાઈકના પાછળના ભાગે બેસીને મોરબી સીટી વિસ્તાર બાજુ જતા હતા ત્યારે રસ્તામાં તેમના બાઇકને કોઈ અજાણ્યા વાહનના ચાલકે હડફેટે લેતા અકસ્માત બનવ બન્યો હતો જેમાં ઇજાઓ થતા સમુબેન પાટડીયાને સારવાર માટે ખસેડાયા હતા અને બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મથકના હિતેષભાઇ મકવાણા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.જ્યારે સુરેન્દ્રનગરના રણમલપુર ગામે રહેતા લાભુબેન પ્રેમજીભાઈ વામજા નામના ૬૮  વર્ષના વૃદ્ધા બાઈક પાછળ બેસીને જતા હતા ત્યારે રમલપુર ગામે બાઈકની આડે અચાનક ગાય આડી ઉતરતા બાઈક સ્લીપ થઈ ગયું હતું. જે બનાવમાં ઇજા પામતા લાભુબેનને અત્રેની શિવમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.






Latest News