રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીની ઝૂલતા પુલ દુર્ઘટનામાં 302 ની કલમનો ઉમેરો સહિતની ટ્રેજેડી વિકટીમ એસો.એ કરેલ ત્રણ અરજીઓ રદ્દ


SHARE









મોરબીની ઝૂલતા પુલ દુર્ઘટનામાં 302 ની કલમનો ઉમેરો સહિતની ટ્રેજેડી વિકટીમ એસો.એ કરેલ ત્રણ અરજીઓ રદ્દ

મોરબીની ઝૂલતા પુલ દુર્ઘટનામાં ટ્રેજેડી વિકટીમ એસો. દ્વારા જુદીજુદી અરજીઓ કરવામાં આવી હતી જેમાં રી-ઇન્વેસ્ટીગેશન, કંપનીને આરોપી બનાવો તેમજ ૩૦૨ ની કલમનો ઉમેરો તેની અરજીનો સમાવેશ થાય છે જે ત્રણ અરજીને આજે મોરબીની ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા રદ્દ કરવામાં આવેલ છે

મોરબીમાં ઝુલતો પુલ તા 30/10/22 ના રોજ તૂટી ગયો હતો અને ત્યાર બાદ બીજા જ દિવસે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ નોંધાયેલ છે અને આ ગુનામાં ઓરેવા ગ્રૂપના જયસુખભાઇ પટેલ સહિત કુલ મળીને 10 આરોપીને પકડવામાં આવ્યા હતા તે પૈકીનાં મોટાભાગના જમીન મુક્ત થઈ ગયેલ છે. તેવામાં આ કેસમાં ભોગ બનેલા લોકો દ્વારા બનાવવામાં આવેલ ટ્રેજેડી વિકટીમ એસો. દ્વારા જુદીજુદી અરજીઓ કરવામાં આવી હતી તેને ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા રદ્દ કરવામાં આવેલ છે

જે અંગેની મોરબી જીલ્લાના સરકારી વકીલ વિજયભાઈ જાની પાસેથી મળી રહેલા માહિતી મુજબ ભોગ બનનારના વકીલે રી-ઇન્વેસ્ટીગેશન, ૩૦૨ ની કલમનો ઉમેરો કરવામાં આવે તેમજ કંપનીને આરોપી બનાવવામાં આવે તેવા માટેની માંગ સાથે કોર્ટમાં અરજી કરી હતી. અને તે તમામ અરજીને આજે મોરબીની ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ ડી.પી. મહિડા દ્વારા રદ્દ કરવામાં આવેલ છે. અને આ કેસમાં આગામી તા 1/10/24 ની મુદત પડી છે.




Latest News