મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં નોકરીની લાલચ આપીને કરાયેલ છેતરપિંડીના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો


SHARE













મોરબી જીલ્લામાં નોકરીની લાલચ આપીને કરાયેલ છેતરપિંડીના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો

રેલ્વેમાં ટીકીટ કલેકટરની નોકરી અપાવવાની લાલચ આપીને છેતરપીડી કરી હતી જે ગુનામાં આરોપીને પકડવામાં આવેલ હતો અને આ કેસ મોરબીની કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં પુરાવા અને વકીલની દલીલને ધ્યાને લઈને કોર્ટે આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ કરેલ છે.

આ ફરીયાદ પક્ષના કેસની ટુંકમા હકીકત એવી છે કે, ઘીરજલાલ રામશંકર મહેતા (આરોપી)એ તા. ૧૯-૩-૨૦૦૧ ના રોજ કલાક ૨૦:૩૦ થી ૨૪ દરમ્યાન વાંકાનેર રેલ્વે કોલોની લોકો કવાર્ટસ ૧૩/ટી માં ફરીયાદીને તેમની દીકરી તથા જમાઈને રેલ્વેમાં ટીકીટ કલેકટરની નોકરી અપાવવાની લાલચ આપી હતી અને રૂપિયા ૩૭,૫૦૦ ની રોકડ રકમ મેળવી છેતરપીડી કરી હતી જેથી કરીને આઈપીસી કલમ ૪૧૯, ૪૨૦, ૧૭૦, ૪૦૬ મુજબની ફરીયાદ આરોપી વિરૂધ્ધ રાજકોટ રેલ્વે પોલીસ સ્ટેશનમાં ફર્સ્ટ પાર્ટ ગુના રજી. નંબર ૪૨/૨૦૦૧ થી ગુનો દાખલ કરી તપાસ કરનાર અધિકારીએ તપાસના અંતે પુરતો પુરાવો જણાતા અત્રેની અદાલતમાં ઉપરોકત ગુન્હા સબબ ચાર્જશીટ દાખલ કરવામાં આવેલ છે અને ફોજદારી કેસ નંબર ૬૯૫/૨૦૦૯ થી કેસ દાખલ થયેલ હતો. આ કેસમાં આરોપીના વકીલ હરદેવસિંહ એચ. જાડેજા રોકાયેલ હતા અને તેઓએ પુરાવાના આધારે તેમજ ધારદાર દલીલ કરતા મોરબીના ચીફ જયુડી. મેજી.એ આરોપી ધીરજલાલ રામશંકર મહેતા (ઉ.વ.આ.૬૧) રહે. શીવ શકિત કોમ્પલેકસ પાંચમા માળે, એસ.બી. રોડ, દહીસર ઈસ્ટ (મુંબઈ) વાળાને આ ગુનામાં નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરવામાં આવેલ છે. આ કામમાં આરોપી તરફથી મોરબીના સીનીયર ધારાશાસ્ત્રી હરદેવસિંહ એચ.જાડેજા રોકાયેલ હતા.






Latest News