મોરબી જીલ્લા ઉ.મા.શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઈ કુંભરવાડિયાની બિનહરીફ વરણી
આને કહેવાય રામ ભરોસે: મોરબીના પીપળીયા ચાર રસ્તે કારખાનામાં વિકરાળ આગ, રાજકોટ-જામનગરથી ફાયરની ટીમો મંગાવી
SHARE
આને કહેવાય રામ ભરોસે: મોરબીના પીપળીયા ચાર રસ્તે કારખાનામાં વિકરાળ આગ, રાજકોટ-જામનગરથી ફાયરની ટીમો મંગાવી
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પીપળીયા ચાર રસ્તા પાસે રોયલ પોલિપેક નામના કારખાનામાં કોઈ કારણોસર બપોરના સમયે આગ લાગવાની ઘટના બની છે અને આ આગ લાગવાની ઘટના વિશે ફાયરની ટીમને જાણ કરવામાં આવતા મોરબી નગરપાલિકાના ફાયર વિભાગના અધિકારીઓ ફાયર ફાઈટર સાથે હાલમાં સ્થળે પહોંચ્યા છે અને કારખાનાની અંદર લાગેલી આગને કાબુમાં કરવા માટે થઈને પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે અને હાલમાં રાજકોટ તેમજ જામનગરથી ફાયરની ટીમોને બોલાવવામાં આવી છે.
મોરબીના નવલખી રોડ ઉપર રોયલ પોલીપેકનું કારખાનું આવેલ છે તેમાં આગ લાગી હોવા અંગેની જાણ મોરબી નગરપાલિકાના કરવામાં આવી હતી જેથી કરીને ફાયરની ટીમ ત્યાં જવા માટે રવાના થઈ હતી અને સ્થળ ઉપર પહોંચીને કારખાનામાં લાગેલી આગને કાબુમાં કરવા માટે થઈને પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા અને આગ કાબુમાં આવશે ત્યાં સુધીમાં બહુ મોટું નુકસાન કારખાનેદારને થાય તેવી શક્યતાઓ હાલમાં દેખાઈ રહી છે કારણ કે મોરબી નગરપાલિકા પાસે જે ફાયરના વાહનો છે તે ઉપરાંત માળીયા અને હળવદથી પણ ફાયરની ટીમને ત્યાં બોલાવવામાં આવી છે અને હજુ પણ આગ કાબૂ બહાર છે જેથી કરીને હવે રાજકોટ અને જામનગરથી ફાયરની ટીમને બોલાવવામાં આવી છે
મોરબીમાં અધ્યતન કક્ષાનું ફાયર સ્ટેશન બને અને અધ્યતન સાધન સામગ્રી આપવામાં આવે તેના માટેની છેલ્લા પાંચ વર્ષની અંદર અનેક વખત સરકાર સુધી રજૂઆતો કરવામાં આવી છે પરંતુ કમનસીબે આજ દિવસ સુધી અહીંના ઉદ્યોગકારો તેમજ સામાન્ય લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને સરકાર દ્વારા મોરબીને અધ્યતન ફાયર સ્ટેશન આપવામા આવેલ નથી જેથી કરીને ટાંચા સાધનોનો ઉપયોગ કરીને આગને કાબૂમાં કરવા માટેની કામગીરી કરવામાં આવેલ છે અને મોટાભાગે મોટી દુર્ઘટના હોય ત્યારે બહારથી ફાયરના સાધનો તથા ટીમોને બોલાવવામાં આવે ત્યારે બાદ જ પરિસ્થિતિ કાબૂમાં આવતી હોય છે આવું કેટલા વર્ષ સુધી હજુ ચાલશે તે પણ એક સવાલ ઉઠી રહ્યો છે