ટંકારાના રિક્ષા ચાલકે રિક્ષામાં પર્સ ભૂલી ગયેલ મહિલાને શોધીને પર્સ પાછું આપ્યું
મોરબી જીલ્લા ઉ.મા.શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઈ કુંભરવાડિયાની બિનહરીફ વરણી
SHARE
મોરબી જીલ્લા ઉ.મા.શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઈ કુંભરવાડિયાની બિનહરીફ વરણી
મોરબીના શનાળા રોડે આવેલ જ્ઞાનપથ વિદ્યાલયમાં જિલ્લા કારોબારી અને સામાન્ય સભા મળી હતી. જેમાં મોરબી જીલ્લા ઉ.મા.શિક્ષક સંઘના તમામ હોદ્દેદારોઓ અને કારોબારી સભ્યો હાજર રહ્યા હતા. જેમાં ખાસ ચાલુ વર્ષની કારોબારીની મુદત તા.૩૧/૧૦/૨૦૨૪ ના રોજ પૂર્ણ થાય છે જેથી કરીને તમામ હોદ્દેદારો અને કારોબારીઓ દ્વારા સર્વાનુમતે નવી કારોબારીની બિનહરીફ રચના કરવામાં આવી છે. જેમા પ્રમુખ, મહામંત્રીની આ ચોથી ટર્મમાં પણ બિનહરીફ વરણી કરવામાં આવી છે તેમજ અન્ય હોદ્દાદારો અને કારોબારી સભ્યોની પણ સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવેલ છે અને નવનિયુક્ત હોદેદારો અને કારોબારીમાં પ્રમુખ ભગવાનભાઈ એ. કુંભરવાડિયા, મહામંત્રીમાં વિશાલકુમાર એમ. ગોધાણી, ઉપપ્રમુખમાં બાબુલાલ એલ. પીઠીયા અને સચિનભાઈ એસ. કામદાર, સહમંત્રીમાં મહેન્દ્રભાઈ વી. ક્યોટ અને સમસુદ્દીન યુ. માથકિયા, સંગઠનમંત્રીમાં પાલાભાઈ કે. વરૂ, કોષાધ્યક્ષમાં વરજાંગભાઈ વી. ચોપડા, અન્વેષકમાં અનિલભાઈ એચ. કૈલા, કાર્યાલયમંત્રી વિનોદભાઈ આર. કૈલા, રાજ્ય કારોબારી વનરાજભાઈ એ. ડામોર તેમજ કારોબારી સભ્યમાં લખુભા. એ. ગોહિલ, એચ.એ. કડીવાર, પી.પી. લાખણોત્રા અને એસ.એ. શેરસીયાનો સમાવેશ કરેલ છે.