મોરબી જિલ્લા તમામ તાલુકાઓમા સફાઈ મિત્ર સુરક્ષા કાર્યક્રમ અંતર્ગત ૩૦૩ સફાઈ મિત્રોનું કરાયું સન્માન
મોરબીમાં યુવાનની હત્યા કરનારા તેના જ મિત્રની ધરપકડ: આરોપીને કોર્ટમાં રજૂ કરીને કર્યો જેલ હવાલે
SHARE
મોરબીમાં યુવાનની હત્યા કરનારા તેના જ મિત્રની ધરપકડ: આરોપીને કોર્ટમાં રજૂ કરીને કર્યો જેલ હવાલે
મોરબીથી યુવાન તેના મિત્રો સાથે માતાના મઢ જતા પદયાત્રીઓ માટેના સેવા કેમ્પમાં સેવા આપવા માટે થઈને જઈ રહ્યો હતો ત્યારે મોરબીના વેજીટેબલ રોડ ઉપર આવેલ પંચમુખી હનુમાનજી મંદિર પાસે મોબાઈલ લઈ લીધો હોવાની શંકા રાખીને તેના મિત્રે છરી વડે હુમલો કર્યો હતો અને ત્રણ પૈકીના એક યુવાનને છાતીના ભાગે ગંભીર ઈજા થયેલ હોવાથી તેનું મોત નીપજયું હતું જે હત્યાના બનાવની ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી હતી અને ગુનાના કામે વપરાયેલ હથિયાર અને આરોપીના કપડાં પણ પોલીસે કબજે લીધા હતા અને આરોપીને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે.
મોરબીના વેજીટેબલ રોડ ઉપર આવેલ લાભનગર પાસે રહેતા કોકીલાબેન મુકેશભાઈ પરમાર (35)એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ઇરફાન ઉર્ફે દાઢી જામ મીયાણા રહે. મોરબી વાળાની સામે હત્યાની ફરિયાદ નોંધાવેલ હતી કે, મોરબીના વેજીટેબલ રોડ ઉપર આવેલ પંચમુખી હનુમાનજી મંદિર પાસે તેઓનો ભાઈ શામજીભાઈ પોપટભાઈ ચાવડા (30) તથા તેના મિત્રો ગાડીમાં માતાના મઢ જતા પદયાત્રીઓની સેવા કરવા માટે જય રહ્યા હતા ત્યારે કાર ઉભી રાખતની સાથે જ ઈરફાન દાઢીએ મોબાઈલ મૃતક અને તેની સાથે રહેતા તેના મિત્રે લઈ લીધો હોવાની શંકા રાખીને ઝપાઝપી કરીને છરી વડે હુમલો કર્યો હતો અને ત્યારે શામજીભાઈ, જગદીશભાઈ અને પ્રભુભાઈને છરીના ઘા મારીને ઇજા કરી હતી.
જેથી ઈજા પામેલા ત્રણેય વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જોકે, ટૂંકી સારવાર દરમિયાન શામજીભાઈ ચાવડાનું મોત નીપજ્યું હતું જેથી કરીને મૃતક યુવાનના બહેનની ફરિયાદ લઈને પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હત્યા તેમજ એટ્રોસીટીના આ ગુનામાં એસસી એસટી સેલના ડીવાયએસપી પી.એ. ઝાલા અને તેની ટીમના દિલીપભાઇ ચૌધરી અને મેહુલભાઈ ઠાકર દ્વારા આરોપી ઇરફાન ઉર્ફે દાઢી ગુલામભાઇ જામ જાતે મીયાણા (25) રહે. હાલ ધરમપુર મોરબી મૂળ રહે માળીયા વાળાની ધરપકડ કરેલ હતી અને આરોપી પાસેથી ગુનાના કામે ઉપયોગમાં લેવામાં આવેલ હથિયાર અને આરોપીના કપડાં પોલીસે કબ્જે લીધા હતા અને આરોપીને કોર્ટમાં રજૂ કરીને હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે.