મોરબીના હાઉસીંગ બોર્ડને આખલાના ત્રાસમાંથી મુક્તિ અપાવવા કોંગ્રેસની મુખ્યમંત્રીને રજૂઆત !
માળીયા (મી) તાલુકામાં ભાર ચોમાસે પાણી પૂઠવઠા વિભાગે પાણીમાં મૂક્યો કાપ !: કોંગ્રેસનું અલ્ટિમેટમ
SHARE
માળીયા (મી) તાલુકામાં ભાર ચોમાસે પાણી પૂઠવઠા વિભાગે પાણીમાં મૂક્યો કાપ !: કોંગ્રેસનું અલ્ટિમેટમ
મોરબી જીલ્લાના માળીયા તાલુકા તમામ ગામોમાં ભાર ચોમાસે પાણી પૂઠવઠા વિભાગ દ્વારા 24 કલાકનો પાણીનો કાપ મૂકવામાં આવેલ છે જેથી કરીને લોકોને પાણી માટે હાલાકીનો સામનો કરવો પડે તેવી શક્યતા છે જેથી કરીને કોંગ્રેસ દ્વારા આ બાબતે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે અને 10 દિવસમાં સમસ્યાનો નિકાલ નહિ કરવામાં આવે તો લોકોને સાથે રાખીને આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
મોરબી માળીયા વિધાનસભા બેઠકના યૂથ કોંગ્રેસના પ્રમુખ સંદીપ કલારિયા દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી જીલ્લાના માળીયા તાલુકામાં ખીરઈ ગામે આવેલ સંપ તથા પીપળીયા ચાર રસ્તે આવેલ સંપ દ્વારા માળીયા તાલુકાના તમામ ગામોને ૨૪ કલાક પાણી પુરૂ પાડવામાં આવતુ હતું. તેમ છતાં પણ માળીયા તાલુકાના ગામોમાં પાણીની તંગીની સમસ્યા રહેતી હતી. જો કે, હાલમાં પાણી પુરવઠાના અધિકારીઓ દ્વારા ૨૪ કલાક પાણીનો કાપ મુકવામાં આવેલ છે. જો 24 કલાક પાણીનો કાપ મુકી પાણી વિતરણ કરવામાં આવે તો માળીયા તાલુકાના તમામ ગામોને ભારે હાલાકીનો સામનો કરવો પડે તેમ છે. જેથી માળીયા તાલુકાના તમામ ગામો સતત 24 કલાક પાણી મળી રહે તે માટે યોગ્ય વ્યવસ્થ કરવામાં આવે તેવી માંગ કરી છે. આ પાણીની સમસ્યાનો દિન-10 માં નિકાલ કરવામાં નહી આવે તો ના છુટકે કોંગ્રેસ દ્વારા લોકોને સાથે રાખી જન આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.