મોરબીના ઘુટુ ગામ પાસે નર્મદાની કેનાલમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો: ઓળખ મેળવવા તજવીજ
મોરબીના હાઉસીંગ બોર્ડને આખલાના ત્રાસમાંથી મુક્તિ અપાવવા કોંગ્રેસની મુખ્યમંત્રીને રજૂઆત !
SHARE
મોરબીના હાઉસીંગ બોર્ડને આખલાના ત્રાસમાંથી મુક્તિ અપાવવા કોંગ્રેસની મુખ્યમંત્રીને રજૂઆત !
મોરબી શહેરમાં શનાળા રોડ ઉપર આવેલ હાઉસીંગ બોર્ડમાં આખલાનો ત્રાસ વધી રહ્યો છે ત્યારે જીવલેણ અકસ્માત થાય તે પહેલા આખલાને પકડવા માટેની કાર્યવાહી કરવામાં આવે તેવી શહેર કોંગ્રેસનાં સંગઠન મંત્રી દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.
હાલમાં શહેર કોંગ્રેસનાં સંગઠન મંત્રી સુરપલસિંહ જાડેજા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે કે, મોરબી શહેરમાં છેલ્લા ઘણા સમયથી આખલાઓ ત્રાંસ વધી રહ્યો છે અને ઘણી વખત લોકોને આખલા ગંભીર ઈજાઓ કરેલ છે અને વાહનોના અકસ્માત પણ થાય છે અને વાહનોમાં નુકશાન પણ કરે છે. જેથી કરીને લોકો ત્રાહીમામ પોકારી ગયા છે ત્યારે હાલમાં મોરબી શહેરમાં વોર્ડ નં.૯ માં શનાળા રોડ ઉપર ગુજરાત હાઉસીંગ બોર્ડ વિસ્તારમાં જ્ઞાનપથ સ્કુલની સામે છેલ્લા ઘણા સમયથી આખલાઓનો ત્રાસ છે જેથી લોકો અને સ્કુલે જતાં બાળકો સહિતનાઓની ઉપર સતત જોખમ રહે છે ત્યારે ભવિષ્યમાં કોઈ જીવલેણ અકસ્માત થાય તેની રાહ જોયા વગર વહેલી તકે કામ કરવામાં આવે તેવી માંગ કરી છે.
આ ઉપરોકત પ્રશ્ન બાબતે સોશિયલ મીડીયામાં અવારનવાર ફોટો તેમજ વીડીયો મારફત લોકોએ તંત્રનું ધ્યાન દોરવાનો પ્રયત્ન કરેલ છે. તેમજ અધિકારીઓ દ્વારા મોરબી શહેરને આખલાઓના ત્રાસથી મુક્તિ આપવા માટે વાતો પણ કરવામાં આવે છે જો કે, કામ માત્રને માત્ર કાગળ ઉપર થાય છે અને નિદ્રાધીન તંત્ર દ્વારા કોઈ પણ પગલા લેવામાં આવેલ નથી. જેથી આખલાઓના ટ્રાન્સ માંથી નગરજનોને વહેલી તકે મુક્તિ અપાવવામાં આવે તે અનિવાર્ય છે