મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મિરઝાપર મધ્યે હાઇવે ઉપર નમો ભારત પદયાત્રી સેવા કેમ્પનું આયોજન: સાંસદ વિનોદ ચાવડા


SHARE













મિરઝાપર મધ્યે હાઇવે ઉપર નમો ભારત પદયાત્રી સેવા કેમ્પનું આયોજન: સાંસદ વિનોદ ચાવડા

માતાનામઢે દર્શને જતાં પદયાત્રી, વાહન ચાલકો માટે ભુજ તાલુકાનાં મિરઝાપર  હુંન્ડાઈ ના શો રૂમ પાસે કચ્છ સાંસદ અને પ્રદેશ ભાજપ મહામંત્રી જાગૃત અને સેવાભાવી શ્રી વિનોદભાઇ ચાવડા નો પ્રેરણા અને માર્ગદર્શન સાથે સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ દ્વારા પદયાત્રા નમો ભારત પદયાત્રા સેવા કેમ્પ આજે સાંજે ૭ વાગ્યે  શુભારંભ કરવામાં આવશે.

સાંસદએ જણાવ્યું હતું કે કચ્છ નાં કુળદેવી માં આશાપુરા માતાનામઢ મંદિરે નવરાત્રિ દરમ્યાન અસંખ્ય શ્રધ્ધાળૂઓ શીશ ઝુકાવવા માટે પદયાત્રા એ જાય છે. તેમજ વાહનો થી પણ દૂર દૂર મુંબઈ, મહારાષ્ટ્ર, ગુજરાત અને દેશભરથી લોકો વે છે ત્યારે સેવા ભાવના અને શ્રધ્ધાળુંઓ ને પ્રેરક બળ પૂરું પાડવા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આપણાં પ્રેરણાસ્ત્રોત યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી પરમ આસ્થાથી વર્ષો થી નવરાત્રિ દરમ્યાન માત્ર પાણી કે પ્રવાહી વડે નકોરડા ઉપવાસ કરે છે. તેમની ભક્તિ વંદના ને ઉજાગર કરવા સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ ભુજ - લખપત હાઇવે પર મિરઝાપર પાસે નમો ભારત પદયાત્રી સેવા કેમ્પ નું આયોજન કરેલ છે જે ચાર થી પાંચ દિવસ ચાલુ રાખવામા આવશે આજે સાંજે કેમ્પ નો શુભારંભ માઈ ભક્તો - પદયાત્રીઓની અને શુભેચ્છ્કો - સંગઠનનાં પદાધિકારીઓ, ધારાસભ્યો, મહાનુભાવો ની ઉપસ્થિતિ માં આજે સાંજે ૭ વાગ્યે કરવામાં આવશે.

સેવા કેમ્પની વિશિષ્ટ્તા દર્શાવતા સાંસદએ જણાવ્યું હતું કે માન. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીની કચ્છ પ્રત્યેની સંવેદના કચ્છનાં પ્રવાસોની ઝલક દર્શાવતી પ્રદર્શની અને હાઇ સ્પીડ ટ્રેન નમો ભારત રેપિડ ટ્રેન, સદસ્યતા અભિયાન સેલ્ફી પોઈન્ટ, મિલેટ્શ ધાન સાથે એનર્જી સોફ્ટ ડ્રિંક અને પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન સાથે યાત્રિકો માટે તેમના બેગ ઉપર અકસ્માતને રોકવા રેડીયમ પટ્ટી અને પદયાત્રીઓ માટે મોબાઇલ ચાર્જર સુવિધાઓ તેમાં ઉપલબ્ધ રહેશે. માતાના મઢ યાત્રાળુઓને વંદનાત્મક શુભકામના સાંસદએ પાઠવતા યાત્રા સફળતાપૂર્વક પુર્ણ થાય તેવી માતાજીને અભ્યર્થના કરી હતી.






Latest News