મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

ધાંધીયા યથાવત: મોરબીના નજરબાગ રેલ્વે સ્ટેશને ડેમુ ટ્રેન બંધ થતાં મુસાફરો હેરાન


SHARE













ધાંધીયા યથાવત: મોરબીના નજરબાગ રેલ્વે સ્ટેશને ડેમુ ટ્રેન બંધ થતાં મુસાફરો હેરાન

મોરબીના નજરબાગ રેલ્વે સ્ટેશનથી પસાર થતી ડેમુ ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે તે ટ્રેન બંધ થઈ ગયેલ હતી જેથી કરીને મુસાફરો વચ્ચે રજડી પડ્યા હતા અને વારંવાર ડેમુ ટ્રેન બંધ થઈ જાય છે જેથી કરીને મોરબી અને વાંકાનેર વચ્ચે આવજા કરતાં મુસાફરો સહિતના લોકોને હેરાન થવું પડે છે

મોરબી અને વાંકાનેર વચ્ચે ડેમુ ટ્રેન દોડાવવામાં આવતી હોય છે અને તે ડેમુ ટ્રેન મારફતે મોરબી થી વાંકાનેર અને વાંકાનેર થી મોરબી સુધી મુસાફરો આવતા જતા હોય છે અને ઘણા લોકોને વાંકાનેર રેલવે સ્ટેશનથી લાંબા અંતરની ટ્રેન પકડવી હોય તો તે ડેમુનો ઉપયોગ કરીને વાંકાનેર  રેલવે સ્ટેશન ખાતે પહોંચતા હોય છે જોકે ડેમુ ટ્રેન અવારનવાર ધાંધીયા કરતી હોવાના કારણે મુસાફરો અગાઉ અનેક વખત હેરાન થયા છે તેવી જ રીતે આજે સવારે આઠ વાગ્યે વાંકાનેરથી મોરબી આવી રહેલ ડેમુ ટ્રેન નજરબાગ સ્ટેશને બંધ થઈ ગયેલ હતી જેથી કરીને મોરબીથી વાંકાનેર બાજુ જવા માટેની ડેમુ ટ્રેનને રદ્દ કરવામાં આવી હતી જેથી કરીને મોરબીથી ડેમુ ટ્રેન મારફતે વાંકાનેર તરફ જનારા મુસાફરોને ભાગાભાગી થઈ ગયેલ હતી કેમ કે, વાંકાનેરથી ઘણા મુસાફરોને લાંબા અંતરની ટ્રેન પકડીને આગળ જવાનું હોય છે અત્રે ઉલેખનીય છે કે, ડેમુ ટ્રેન વારંવાર બંધ થવાના ધાંધીયાને લીધે રેલવેના મુસાફરો ઘટશે તેવુ કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી.






Latest News