મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા વિદ્યાર્થી-અધિકારીઓનો સન્માન સમારોહ યોજાયો


SHARE













મોરબી જીલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા વિદ્યાર્થી-અધિકારીઓનો સન્માન સમારોહ યોજાયો

મોરબી જીલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા દર વર્ષે આહીર જ્ઞાતિના વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવે  છે તેવી જ રીતે આ વર્ષે 15 માં વર્ષે મોરબીના પંચમુખી હનુમાનજી મંદિર ખાતે સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હતો આ તકે વવાણીયા સ્થિત માતૃશ્રી રામબાઈમાની જગ્યાના મહંત પ્રભુદાસજી મહારાજ, રામધન આશ્રમના મહંતા ભાવેશ્વરીબેન, તે ઉપરાંત મોરબી શહેર ભાજપના પ્રમુખ લાખાભાઇ જારીયા, મોરબી જિલ્લા કોંગ્રેસનાં મહામંત્રી અમુભાઈ હુંબલ, જામનગર શહેર ભાજપ કિશન મોરચાના પ્રભારી ચંદુભાઈ હુંબલ, ઉગાભાઈ રાઠોડ, જીવણભાઈ કુંભારવાડીયા, મોરબી નગરપાલિકાના માજી પ્રમુખ દેવાભાઇ અવાડિયા, જયશ્રીબેન એન. જરૂ, આઇ.એસ. આહીર, નિર્મલભાઈ ગોગરા, ધર્મેન્દ્રભાઈ આહીર, લાખાભાઈ લાવડીયા, વિક્રમભાઈ ખુંગલા, કલ્પનાબેન જરૂ, પીઠાભાઈ ડાંગર, કિરણબેન રાઠોડ, સીતાબેન લાવડીયા, નસંગભાઈ હુંબલ અને જીગ્નેશભાઈ ડાંગર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને ત્યારે આહીર સમાજના 200 વિદ્યાર્થીઓનું સમાજના આગેવાનોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. અને 80 જેટલા વિદ્યાર્થીઓને શિલ્ડ આપવામાં આવ્યા હતા તેમજ જિલ્લાની વિવિધ સરકારી કચેરીમાં ક્લાસ 1 અને 2 માં ફરજ બજાવતા આહીર સમાજના સરકારી અધિકારીઓનું અને સરકારી નોકરીમાંથી નિવૃત્ત કર્મચારીઓનું પણ સમાજના આગેવાનોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા તેવી માહિતી મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળના પ્રમુખ પાસેથી જાણવા મળી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળના પ્રમુખ દિનેશભાઈ હુંબલ તેમજ મહામંત્રી મયુરભાઈ ગજીયા સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી






Latest News