મોરબી નજીક એસટીમાં બેઠેલા મુસાફરનો પાંસળીનો ભાગ બસની સીટમાં અથડાતાં ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં
SHARE
મોરબી નજીક એસટીમાં બેઠેલા મુસાફરનો પાંસળીનો ભાગ બસની સીટમાં અથડાતાં ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં
મોરબી નજીકના ઘૂટું ગામ પાસેથી પસાર થતી એસટીની બસમાં બેઠેલા યુવાનનો છાતીનો ભાગ બસની સીટ સાથે અથડાતા તેને પાંસળીના ભાગે ઇજા થઈ હતી જેથી યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી માહિતી પ્રમાણે ટંકારા તાલુકાના ઘુનડા ગામે રહેતા ગમજીભાઈ નાયકાભાઈ સંગોળ (45) નામનો યુવાન મોરબી તાલુકાના ઘૂટું ગામ પાસેથી એસટીની બસ પસાર થઈ રહી હતી તે એસટીની બસમાં બેઠેલ હતો દરમ્યાન કોઈ કારણોસર એસટી બસની સીટ સાથે તેનો પાંસળીનો ભાગ અથડાતાં તે યુવાનને પાંસળીના ભાગે ઇજા થઈ હતી માટે તે યુવાનને સારવારમાં મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ વી.ડી. ખાચર દ્વારા કરવામાં આવી હતી
માર માર્યો
મોરબીના ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા ભલાભાઇ ચંદુભાઈ રાઠોડ (48) નામના યુવાનને તેના ભત્રીજા વિશાલ રાજુભાઈ સાથે બોલાચાલી થઈ હતી ત્યારબાદ મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ઇજા થતાં તે યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે.
ફિનાઇલ પી લેતા સારવારમાં
મોરબી નજીકના મકનસર ગામ પાસે પ્રેમજીનગરમાં રહેતા ભરતભાઈ વાઘજીભાઈ રાઠોડ (30) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાના ઘરની અંદર ફિનાઇલ પી લીધું હતું જેથી કરીને તે યુવાનને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ મહેશભાઈ કહાંગરા દ્વારા કરવામાં આવી છે