મોરબી નજીક એસટીમાં બેઠેલા મુસાફરનો પાંસળીનો ભાગ બસની સીટમાં અથડાતાં ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં
ભારે કરી: ગુજરાતમાં ગાંધીજીના ફોટો વાળી ચલણી નોટના બદલે અભિનેતાના ફોટો વાળી નકલી નોટથી 1.60 કરોડના સોનાની ખરીદી
SHARE
ભારે કરી: ગુજરાતમાં ગાંધીજીના ફોટો વાળી ચલણી નોટના બદલે અભિનેતાના ફોટો વાળી નકલી નોટથી 1.60 કરોડના સોનાની ખરીદી
ગુજરાતના અમદાવાદમાં નકલી નોટોથી અસલી સોનું ખરીદવાનો મોટો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. છેતરપિંડી કરનારાઓએ એક મોટા બુલિયન વેપારી સાથે 2100 ગ્રામ સોનાનો સોદો કર્યો હતો. આ પછી તેણે વેપારીને નકલી નોટો આપી દીધી હતી જેથી કરીને સમગ્ર ઘટના સામે આવેલ છે અને આ નકલી નોટ પર ગાંધીજીના ફોટોની બદલે અભિનેતા અનુપમ ખેરનો ફોટો મૂકવામાં આવેલ છે.
ગુજરાતમાં સોનાની ખરીદીનો 1.60 કરોડનો સોદો થયો હતો. સોનું ખરીદવા માટે આપવામાં આવેલી 500 રૂપિયાની નકલી નોટો પર ગાંધીજીના ચિત્રને બદલે અનુપમનું ચિત્ર છપાયેલું હતું. બેંકોમાં જે રીતે કરન્સી બંડલ બનાવવામાં આવે છે. એ જ રીતે, તેઓ વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા હતા. અને આ બંડલ ઉપર બેંકના નામ સાથે પણ ગફલો કરેલ છે અને જેમાં સીલ પર સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના બદલે Start Bank of India લખેલું છે ! આ સમગ્ર મામલે માણેક ચોકના વેપારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેથી અમદાવાદ પોલીસે નકલી નોટો સંબંધિત આ મામલાની નોંધ લીધી છે. અને પોલીસને શંકા છે કે ફ્રોડ ગેંગ રાજસ્થાનની હોઈ શકે છે. આ નકલી નોટો પર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના બદલે રિસોલ બેંક ઓફ ઈન્ડિયા લખેલું છે.
પોલીસ પાસેથી મળેલી માહિતીમાં જાણવા મળ્યું છે માણેક ચોક ખાતે આવેલા બે વેપારીઓ વચ્ચે 2100 ગ્રામ સોનું પહોંચાડવાનું હતું તેવી માહિતી પ્રકાશમાં આવી છે. સીજી રોડ પર આવેલી આંગડિયા પેઢીમાં સોનું પહોંચાડવાનું અને રોકડ લેવાનું નક્કી થયું હતું. ત્રણ આરોપીઓ આંગડિયા પેઢી પાસે નોટ ગણવાનું મશીન અને નોટો લઈને ઉભા હતા. અને આરોપીઓએ સોનાની ડિલિવરી વખતે વેપારીના કર્મચારીઓને 1.30 કરોડની ચિલ્ડ્રન નોટો આપી હતી. બાકીના 30 લાખ રૂપિયા ગણીને બાજુની ઓફિસમાંથી લઈ આવ તેમ કહી આરોપી ભાગી ગયો હતો. આ ઘટનાની જાણ વેપારીને થતાં તેણે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી