મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી નજીક ખેતરમાં ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા મહિલા સારવારમાં


SHARE







મોરબી નજીક ખેતરમાં ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા મહિલા સારવારમાં

મોરબીના નાનીવાવડી ગામ પાસે આવેલ ગૌશાળાની પાછળના ભાગમાં ખેતરમાં મહિલાને ઇલેક્ટ્રીક શોર્ટ લાગ્યો હતો જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના નાનીવાવડી ગામ પાસે માધવ ગૌશાળાની પાછળના ભાગમાં આવેલા ખેતરમાં રેખાબેન સુરેશભાઈ (20) નામની મહિલાને ઇલેક્ટ્રીક શોટ લાગી ગયો હતો જેથી કરીને તે મહિલાને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવ અંગેની પ્રાથમિક તપાસ ફિરોજભાઈ સુમરા દ્વારા કરવામાં આવી હતી

બાઇક સ્લીપ

મોરબી તાલુકાના પાનેલી ગામે રહેતા મૈસુર પેથાભાઇ બાબરીયા (24) નામનો યુવાન બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે મેલડી માતાજીના મંદિર પાસે બાઈક સ્લીપ થયું હતું અને અકસ્માત થયો હતો જેમાં તેને ઈજા થતાં તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

મહિલા સારવારમાં

માળીયા મીયાણા તાલુકાના હરિપર ગામે રહેતા મંજુબેન સિંદેશભાઈ (45) નામના મહિલા બાઇકમાં પાછળ બેસીને ટિંબડી ગામના પાટીયા પાસેથી જઈ રહ્યા હતા ત્યારે ત્યાં બાઈક સ્લીપ થયું હતું જેથી કરીને અકસ્માતના બનાવમાં મહિલાને ઈજા થતાં તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની અંગેની મોરબી તાલુકા પોલીસ જાણ કરતાં પોલીસ આગળની કાર્યવાહી કરી છે.






Latest News