મોરબીમાં નવરાત્રી દરમ્યાન એકતા એજ લક્ષ્ય સંગઠન ગ્રુપ શેરી ગરબામાં ૨૦૦ તલવારનું વિતરણ કરશે
ભારતના તમામ મંદિરોની વ્યવસ્થા સાધુ, સંતો અને મહંતોને સોંપશે મોરબીના મહંત નિરંજનદાસ બાપુની ભારત સરકારને અપીલ
SHARE
ભારતના તમામ મંદિરોની વ્યવસ્થા સાધુ, સંતો અને મહંતોને સોંપશે મોરબીના મહંત નિરંજનદાસ બાપુની ભારત સરકારને અપીલ
હાલમાં પ્રસાદના વિવાદને લઈને અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે તેવામાં મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ઉમિયા આશ્રમના મહંત દ્વારા ભારત સરકારને અપીલ કરતો વિડીયો સોશ્યલ મીડિયામાં મૂકવામાં આવેલ છે જેમાં મંદિરો સહિતની ધાર્મિક સંસ્થાઓમાં સરકારનું નિયંત્રણ ન રાખે અને ભારતમાં જેટલા પણ મંદિરો આવેલ છે તે તમામ ધાર્મિક સંસ્થાઓની વ્યવસ્થા સાધુ-સંતો અને મહંતોને સોંપશે તો ભવિષ્યમાં કોઈ આપતી નહીં આવે તેવું તેમણે જણાવ્યુ છે.
થોડા સમય પહેલા તિરુપતિ મંદિરના પ્રસાદને લઈને પ્રશ્નો ઊભા થયા છે અને હવે તો ગુજરાત સહિત દેશભરના મંદિરોના પ્રસાદ સામે પ્રશ્નો ઊભા થવા લાગ્યા છે જેથી કરીને નમૂના લઈને ચકાસણી કરવામાં આવી રહી છે. ત્યારે મોરબીના બેલા નજીક આવેલ ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે થોડા દિવસો પહેલા જ્યારે ભાગવત સપ્તાહ ચાલુ હતી ત્યારે ત્યાં આવેલા દ્વારકાપીઠના જગતગુરુ શંકરાચાર્ય સહદાનંદ દ્વારા પણ ધાર્મિક સંસ્થાઓમાં સરકારનો હસ્તક્ષેપ ન હોવો જોઈએ તેવી ટકોર કરવામાં આવી હતી
ત્યારબાદ જો વાત કરીએ તો મોરબીના સનાળા રોડ પર આવેલ ઉમિયા આશ્રમના મહંત નિરંજનદાસ બાપુ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી ભારત સરકારને અપીલ કરી છે અને ખાસ કરીને મંદિરો સહિતની ધાર્મિક સંસ્થાઓમાં સરકારનું નિયંત્રણ નહીં પરંતુ ભારતમાં જેટલા પણ મંદિરો આવેલ છે તે તમામ ધાર્મિક સંસ્થાઓની વ્યવસ્થા સાધુ, સંતો અને મહંતોને સોંપવામાં આવે તો હાલમાં જેવા પ્રશ્નો ઊભા થયેલ છે તેવા પ્રશ્નો ભવિષ્યમાં ઊભા થશે નહીં અને કોઈ આપતી આવશે નહીં તેવી તેમણે લાગણી વ્યક્ત કરી છે.