મોરબી નજીક ઘરમાંથી 240 બીયર-20 દારૂની બોટલ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં પહેલા માળેથી નીચે પડતાં ઇજા પામેલ 2 વર્ષના બાળકનું મોત મોરબીથી કબરાઉ સુધી પદયાત્રીઓની કરતું અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું લોકાર્પણ કરાયું હળવદ કોયબા રોડ ઉપર ડબલ સવારી બાઇક રોજડા સાથે અથડાતાં વૃદ્ધનું મોત, વૃદ્ધા સારવારમાં લગ્ન પ્રસંગમાં ડીજે-ફટાકડા નહીં, સોનું માત્ર 3 તોલા-ચાંદી 250 ગ્રામ આપવી: વાંકાનેરના ભેરડા ગામે મળેલ સમાજની બેઠકમાં નવું બંધારણ અમલમાં મુકાયું વાંકાનેરના લક્ષ્મીપરામાં પરિણીતા સાથે પ્રેમ લગ્ન કરનારા યુવાનના ભાઈ-ભાભી ઉપર હુમલો: 3 શખ્સોએ ધોકા-પટ્ટા વડે માર માર્યો મોરબીના મકનસર ગામે ઘરના ભો ટાંકામાં ડૂબી જવાથી પરિણીતાનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેર પાલિકાની હદમાં સરકારી જમીન ઉપરથી નોનવેજના હાટડા હટાવવા ધારાસભ્યની કલેક્ટરને રજૂઆત


SHARE









વાંકાનેર પાલિકાની હદમાં સરકારી જમીન ઉપરથી નોનવેજના હાટડા હટાવવા ધારાસભ્યની કલેક્ટરને રજૂઆત

તાજેતરમાં સોમનાથમાં મોટા પ્રમાણમા દબાણોને દૂર કરવામા આવેલ છે ત્યારે વાંકાનેરમાં વર્ષો જૂના દબાણો આવેલ છે તે દબાણોને દૂર કરવા અને પાલિકાની માલિકીની જમીન તેમજ અન્ય જગ્યા ઉપર વેચાતા નોનવેજ બાબતે પગલાં લેવા માટે વાંકાનેરના ધારાસભ્ય જીતેન્દ્રભાઈ સોમાણીએ કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે.

હાલમાં વાંકાનેરના ધારાસભ્ય જીતેન્દ્રભાઈ સોમાણીએ કલેક્ટરને રજૂઆત કરી છે તેમાં જણાવ્યું છે કે, વાંકાનેર શહેરમાં મીલ પ્લોટથી વીસીપરા તરફ જતાં રોડ પર વાંકાનેર પાલિકાની માલિકીની જમીન પર ગેરકાયદેસર દબાણ કરીને કોઈપણ જાતની મંજૂરી, લાઈસન્સ વગર નિયમ વિરુદ્ધ નોનવેજનું વેચાણ કરવામાં આવે છે. અને આ રસ્તો જાહેર માર્ગ હોય આ પ્રકારનું વેચાણ કરવું યોગ્ય નથી. અને હાલ નવરાત્રિનો તહેવાર આવી રહ્યો છે ત્યારે હિન્દુ સમાજની લાગણી દુભાઈ તે વાજબી નથી. નથી દબાણો દુર કરીને નોનવેજનું વેચાણ બંધ કરવામાં આવે તેવી માંગ કરી છે.

અગાઉ તેઓએ વાંકાનેરના પંચાસર રોડ પર આવેલી મહાદેવ સોસાયટી સામે નોનવેજનું વેચાણ થતું હોવાની જાણ કરી હતી પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી જેથી ધારાસભ્ય જીતેન્દ્રભાઈ સોમાણીએ એવું પણ જણાવ્યુ છે કે, ગીર સોમનાથના કલેક્ટર દ્વારા 100 એકરથી વધારે જમીન ઉપરથી દબાણ દૂર કરલે છે તો સત્તાની રૂએ વાંકાનેર શહેરમાં દબાણ દુર કરીને ગેરકાયદે નોનવેજનો વેપાર અને કતલખાના બંધ કરાવવામાં આવે તે અનિવાર્ય છે કેમ ન કરી શકો ?




Latest News