મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ મોરબીમાં બેફામ ગતિએ સ્કોર્પિયો દોડાવનારા શખ્સની સામે ગુનો નોંધાયો: ગાડી કબ્જે કરીને આરોપીની શોધખોળ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વાર નવરાત્રિ નિમિતે રંગ રાત્રી મહોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો


SHARE









મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો

મોરબી તાલુકાના માણેકવાડા ગામે રહેતા પરીવારના દિપ વલમજીભાઈ ગોધવીયા (25) અને તેના પત્ની સપનાબેન દિપભાઈ ગોધવીયા (24) તા.10-7ના ઘરેથી સહકારી મંડળીએ જવાનું કહીને ઘરેથી નીકળ્યા બાદ ગુમ થયા હતા. તાલુકા પોલીસના જણાવ્યા પ્રમાણે બંને અમદાવાદ રેલ્વે પોલીસ સ્ટેશન ખાતેથી મળી આવ્યા હતા. દેણું થઈ જતા બંને ચાલ્યા ગયા બાદ અમદાવાદ ખાતેથી બંનેનો પતો લાગતા પરીવારે રાહતનો શ્વાસ લીધો હતો.

 જયારે સામાકાંઠે ઉમા ટાઉનશીપમાં રહેતા પરીવારની હેમાંગી નિલેશભાઈ સરસાવાડીયા (19) ઘરેથી તા.29-7ના ગુમ થઈ જતા પોલીસને જાણ કરાઈ હતી. તપાસમાં સામે આવ્યું હતું કે હેમાંગીબેને પીપળી ગામે આવેલ ધર્મગંગા સોસાયટીમાં રહેતા વિકાસ અશ્ર્વિનભાઈ કાલરીયા સાથે મૈત્રીકરાર કરી લીધા છે અને તેઓ ઉંઝા પોલીસ સ્ટેશન ખાતે હાજર થયા હતા. બાદ મોરબી પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી.

દારૂ પકડાયો
 મોરબી એ ડીવીઝન પોલીસે વજેપર શેરી નંબર 7માં રહેતા જયદીપ વાલજીભાઈ ચાવડાને ત્યાં બાતમી આધારે રેડ કરી હતી. ત્યારે ત્યાંથી જુદી-જુદી બ્રાંડની નાની-મોટી 18 બોટલો કિંમત રૂા.2160નો જથ્થો મળતા ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી. જયારે શનાળા ગામે નીતિનનગર પાસે રહેતા દિગ્વીજયસિંહ ઉર્ફે દિગુભા છત્રસિંહ જાડેજા પાસેથી એક બોટલ દારૂ કિંમત રૂા.1300નો મળી આવતા ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ સિપાઈવાસમાં રહેતા ઈમ્તીયાઝ અલીભાઈ નાગોરી (30)ની એક બોટલ દારૂ રૂા.1900 સાથે અટકાયત કરી ગુનો દાખલ કરાયો હતો. જયારે પંચાસર રોડેથી નિકળેલા અર્જુન રાજેશભાઈ વઘાડીયા મીસ્ત્રી (32) રહે.શિવમ એપા. નાની વાવડી પાસેથી દારૂના બે ચપલા રૂા.240 મળી આવતા અને પુછપરછમાં રાજેશ સાણંદીયા રહે. મોરબી-2નું નામ ખુલતા બંને સામે ગુનો નોંધી આગળની તપાસ કરવામાં આવી હતી.

મારામારીમાં ઈજા
 મોરબી કબીર ટેકરીમાં રહેતા દિપક દિનાનાથ ગૌડ (26)ને ઘર પાસે મારામારીમાં ઈજા થતા સારવારમાં લઈ જવાયો હતો. જયારે શનાળા રોડ માર્કેટીંગ યાર્ડ પાસે થયેલ મારામારીમાં ઈજા થતા પ્રતિક મહેશભાઈ ગૌસ્વામી (33) રહે. ગાયત્રીનગર વાવડી રોડને વધુ સારવારમાં રાજકોટ ખસેડાયો હતો. મચ્છીપીઠ નજીક થયેલ મારામારીમાં ઈજા પામેલા મહમદ કાદીર સલીમ (21) રહે. જુના બસ સ્ટેશન પાસેને ઈજા થતા સારવારમાં લઈ જવાયો હતો.

વાહન અકસ્માત
 મોરબી વાવડી રોડે બાઈક સ્લીપ થઈ જતા ઈજા પામેલા ઉમંગ નટવરભાઈ દેત્રોજા (25) રહે. રાજ પેલેસ રવાપર રોડને સિવીલે સારવાર માટે લઈ જવાયો હતો. જયારે રાજકોટ હાઈવે ઉપર ટુ વ્હીલર બસ સાથે અથડાતા સર્જાયેલ અકસ્માતમાં ઈજાગ્રસ્ત હિરલબેન મનીષભાઈ સોઢીયા (35) અને ભુમીબેન જગદીશભાઈ મકવાણા (33) રહે. જવાહર સોસાયટીને અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.




Latest News