મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી


SHARE









મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી

૧૫મી ઓગસ્ટ ‘સ્વતંત્રતા દિવસ’ ની ભવ્ય અને ગરિમાપૂર્ણ ઉજવણી અર્થે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આ વર્ષે મોરબી જિલ્લા કક્ષાનો મુખ્ય ધ્વજવંદન સમારોહ માળિયા (મિયાણા) તાલુકાના મોટા દહીસરા ગામે આયોજિત કરવામાં આવ્યો છે, જ્યાં જિલ્લાના પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી ઉજવણી કરવામાં આવશે.

આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી સુચારુ, શિસ્તબદ્ધ અને સફળ રીતે સંપન્ન થાય તે હેતુથી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ સ્થળ ખાતે રિહર્સલ યોજવામાં આવ્યું હતું. આ રિહર્સલ દરમિયાન કલેક્ટરની સીધી દેખરેખ હેઠળ ધ્વજવંદન પ્રોટોકોલ, સાંસ્કૃતિક કાર્યક્રમો, સલામી તેમજ મહાનુભાવો અને નાગરિકોની બેઠક વ્યવસ્થા અને મંડપ નિરીક્ષણ સહિતની તમામ વ્યવસ્થાઓનું ઝીણવટભર્યું ચકાસણી-નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. કલેક્ટરએ ઉપસ્થિત તમામ અધિકારીઓ-કર્મચારીઓને જરૂરી દિશાનિર્દેશો પૂરા પાડ્યા હતા. આ રિહર્સલ દરમિયાન પોલીસ અધિક્ષક મુકેશ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર, નાયબ વન સંરક્ષક ડો. સુનિલકુમાર બેરવાલ, નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર, પ્રાંત અધિકારી ધાર્મિક ડોબરીયા તથા સંબંધિત અધિકારીઓ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સરકારી કચેરીઓમાં તિરંગા રોશનીનો ઝગમગાટ

સ્વાતંત્ર્ય દિનની ઉજવણી મોરબી જીલ્લામાં કરવામાં આવી રહી છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમગ્ર જિલ્લામાં સેવાસદન, જિલ્લા પંચાયત સહિતની વિવિધ કચેરીઓ અને સરકારી બિલ્ડીંગો તેમજ શહેર અને જિલ્લામાં આવેલા સ્મારકોને તિરંગા રોશનીનો શણગાર કરવામાં આવેલ છે જેથી સરકારી કચેરીઓ ઝગમગી ઉઠી છે




Latest News