મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત


SHARE









મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત

મોરબી વોર્ડ નંબર ૧૩ માં આવેલ કબીર ટેકરી વિસ્તારમાં સસ્તા અનાજની દુકાન હતી.પણ દુકાનદારે રાજીનામુ આપી દેતા દુકાનબંધ થવાથી સ્થાનિકોને બીજા વિસ્તારમાં સસ્તા અનાજ લેવા જવા માટે ધકકા ખાવા પડતા હોય તેમના જ વિસ્તારમાં ફરીથી સસ્તા અનાજની દુકાન શરૂ કરવાની માંગ ઉઠી છે.

હાલમાં મોરબીના વોર્ડ નં.૧૩ ના કોર્પોરેટર જસવંતીબેન સોનાગ્રાએ કલેકટરને રજુઆત કરીને જણાવ્યું હતું કે, ધણા સમય પહેલા શહેરના કબીર ટેકરી વિસ્તારમાં સસ્તા અનાજની દુકાન હતી પણ દુકાનદારે રાજીનામુ આપી દીધા બાદ અહીંયા આજદીન સુધી નવી દુકાન ખોલવામાં આવેલ નથી ! જેથી રાશનકાર્ડ ધારકાને વજેપર તથા કાલીકા પ્લોટ વિસ્તારમાં આવેલી સસ્તા અનાજની દુકાને લેવા જવુ પડે છે.જેથી લોકોએ મોંઘાદાટ રીક્ષા ભાડા ખર્ચવા પડે છે.આ વિસ્તારમાં ગરીબ અને શ્રમજીવી પ્રજા રહે છે.જેને આ રીક્ષા ભાડા પોસાય નહી છતા ખર્ચ કરીને લેવા જવુ પડે છે.આ વિસ્તારમાં આશરે છ હજાર જેટલી વસ્તી છે.અગાઉ જે દુકાનદાર હતા તેમની પાસેના આશરે ૭૦૦ જેટલા રેશનકાર્ડ અન્ય દુકાનદારોને તબદીલ કરી નાખેલ છે.જેથી પ્રજાને પારાવાર મુશ્કેલી ભોગવવી પડે છે અને ગરીબ માણસો સરકાર તરફથી મળતો અનાજનો જથ્થો સમયસર અને નજીકથી મેળવી શકે તે હેતુથી અહીંયા નિયમોનુસાર જાહેરનામુ બહારપાડી નવી દુકાન ચાલુ કરવામાં આવે તેવી માંગ સ્થાનીક કોર્પોરેટર જશવંતીબેન પી.સોનગ્રાએ કરેલ છે.

મધ્યાન ભોજન કેન્દ્રને દુકાન ફાળવળમાં અન્યાય

હાલમાં મોરબી સીટીમાં ચાલીસ જેટલા મધ્યાન ભોજન કેન્દ્ર છે.જેને સરકાર તરફથી મળતો અન્ય જથ્થો સસ્તા અનાજની દુકાનેથી ફાળવવામાં આવે છે.પરંતુ આ દુકાનો ફાળવવામાં મધ્યાન ભોજન કેન્દ્ર છે.તેને અન્ય જગ્યાએ ફાળવવામાં આવેલ છે.આવા સાતથી આઠ દુકાનદારોને મધ્યાન ભોજન કેન્દ્ર આપવામાં આવેલ છે.સરકારી નિયમ મુજબ મધ્યાન ભોજન કેન્દ્રની બાજુમાં કોઈ દુકાનદાર હોય તો તેને પ્રથમ અગ્રતા આપવામાં આવે છે.જે અન્ય દુકાનદારને અન્યાય થાય છે.જે વ્યાજબી નથી હાલમાં મધ્યાન ભોજન નાયબ મામલતદાર મરજી મુજબ ફાળવળી કરે છે.આવા ભષ્ટ અધિકારીને કારણે અન્ય દુકાનદારો પણ હેરાન થાય છે.તો આ બાબતે મધ્યાન ભોજન કેન્દ્ર નજીકની દુકાને ફાળવવામાં આવે તેવી સહકારઅન્ન અને નાગરીક પુરવઠા વિભાગના પુર્વ સલાહકાર પી.પી.જોષીએ મધ્યાહન ભોજન કમીશ્નરને લેખીત રજુઆત કરેલ છે.




Latest News