હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં વૃદ્ધને આપઘાત કરવા મજબૂર કરવાના ગુનામાં ભાજપના આગેવાન સહિત વધુ આઠ શખ્સોની ધરપકડ


SHARE











મોરબીમાં વૃદ્ધને આપઘાત કરવા મજબૂર કરવાના ગુનામાં ભાજપના આગેવાન સહિત વધુ આઠ શખ્સોની ધરપકડ

મોરબીના શનાળા રોડ ઉપર સોસાયટીમાં રહેતા વૃદ્ધે વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો જે બનાવમાં વૃદ્ધે લખેલ ત્રણ પાનાની સુસાઇડ નોટ આધારે પોલીસે મૃતક વૃદ્ધના પત્ની ફરિયાદ લીધી હતી અને 15 શખ્સોની સામે મરવા મજબૂર કરવાનો ગુનો નોંધાયો હતો જેમાં અગાઉ ચાર આરોપીને પકડવામાં આવ્યા હતા અને હાલમાં આ ગુનામાં ભાજપના હોદેદાર સહિત કુલ મળીને આઠ આરોપીને પકડવામાં આવેલ છે અને તેના રિમાન્ડ લેવા માટે તજવીજ શરૂ કરી છે.

મૂળ ચરાડવાના રહેવાથી અને હાલમાં મોરબીના સનાળા રોડ ઉપર આવેલ આરાધના સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા જ્યોતિબેન હરેશભાઈ સાયતા (58)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે 15 વ્યાજખોરોની સામે ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યુ હતું કે, તેના પતિ હરેશભાઈ કાંતિભાઈ સાયતા (56)એ અલગ અલગ સમયે વ્યાજે રૂપિયા લીધેલા હતા જેની વ્યાજે રૂપિયા આપનારા શખ્સો દ્વારા ઉઘરાણી કરવામાં આવતી હતી અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો જે માનસિક ત્રાસથી  કંટાળીને તેના પતિ દ્વારા પોતાના ઘરની અંદર ઝેરી દવા પીને આપઘાત કરી લીધેલ હતો જોકે મૃતકે આપઘાત કરતા પહેલા ત્રણ પાનાની સુસાઇડ નોટ લખી હતી જેના આધારે મૃતકના પત્નીની ફરિયાદ લઈને પોલીસે આરોપીઓને પકડવા માટે કાર્યવાહી ધરી હતી

આ ગુનામાં પહેલા પોલીસે ભીખાભાઈ ઉર્ફે અમૃતલાલ લાલજીભાઈ ભોજાણી, નરેન્દ્રભાઈ લાલજીભાઈ ભોજાણી, ગીરીશભાઈ છબીલભાઈ કોટેચા અને જગદીશ ઉર્ફે જગાભાઈ દેવરાજભાઈ ઠક્કરની ધરપકડ કરી હતી અને આરોપીઓને જેલ હવાલે કર્યા હતા અને તે પૈકીનાં મોટાભાગના આરોપી જામીન મુક્ત થઈ ગયેલ છે હાલમાં આ ગુનામાં એ ડિવિઝનના પીઆઇ હુકુમતસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી.આર. સોનારા તથા ડી-સ્ટાફના કિશોરભાઈ મિયાત્રા સહિતના સ્ટાફ દ્વારા વધુ આઠ લોકોની ધરપકડ કરવામાં આવેલ છે. જેમાં યુવા ભાજપ અગ્રણી સહિતના લોકોની ધરપકડ કરવામાં આવી છે.

હાલ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ જેને પકડવામાં આવેલ છે તેમાં મહાવીરસિંહ મનુભા જાડેજા (33) રહે. કાલિકા પ્લોટ  (યુવા ભાજપના હોદેદાર), વનરાજસિંહ તેજુભા ઝાલા (52) રહે. પંચાસર, નવીન હીરાભાઈ માખીજા (32) રહે. બુઢાબામાં શેરી મોરબી, સવજી ગાંડુભાઈ ફેફર (63) રહે. છાત્રાલય રોડ મોરબી, યોગેશ જીવણભાઈ પંચાસરા (45) રહે. ગોલ્ડન માર્કેટ પાસે રવાપર, સમીર મહેશભાઈ પંડ્યા (38) રહે. વસંત પ્લોટ મોરબી, લલિત વલ્લભભાઈ મીરાણી (70) રહે. ગોકુલધામ સોસાયટી રવાપર અને ભાવિન ગિરીશભાઈ કારીયા (29) રહે. ગુજરાત હાઉસિંગ બોર્ડ મોરબીનો સમાવેશ થાય છે.






Latest News